ઈશા ફાઉન્ડેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢી…
![supreme court slams tamil nadu pollution control board](/wp-content/uploads/2025/02/sc-slams-tnpcb.jpg)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કથિત રીતે પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ઈશા ફાઉન્ડેશન સામે જારી કરાયેલી કારણદર્શક નોટિસને રદ્દ કરવાના આદેશ સામે બે વર્ષ પછી આગળ વધવા બદલ ઝાટકણી કાઢી હતી.
Also read : ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરનને બ્રિટને ‘નાઇટહૂડ’થી કર્યા સન્માનિત…
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેંચે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને, અરજીની બરતરફી પર સર્વોચ્ચ અદાલતની સ્ટેમ્પ ઇચ્છતા અમલદારો દ્વારા રમાયેલી “ફ્રેન્ડલી મેચ” ગણાવી હતી.
બેન્ચે કહ્યું હતું કે “મિસ્ટર એડવોકેટ જનરલ ક્યાં કારણોએ સત્તાવાળાઓને સમયસર કોર્ટનો સંપર્ક કરતા અટકાવ્યા હતા. આ અરજી દાખલ કરવામાં ૬૩૭ દિવસનો વિલંબ થયો છે, જે લગભગ બે વર્ષ છે. આ વાસ્તવમાં એક મૈત્રીપૂર્ણ મેચ છે જ્યાં અમલદારો અરજીની બરતરફી પર સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટની સ્ટેમ્પ ચાહે છે,” એમ બેન્ચે કહ્યું હતું.
ફરજિયાત પર્યાવરણીય મંજૂરી મેળવ્યા વિના ૨૦૦૬ અને ૨૦૧૪ની વચ્ચે ઇમારતો બાંધવા માટે ફાઉન્ડેશનને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મદ્રાસ હાઇ કોર્ટે તેને રદ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંતે રાજ્યના કાયદા અધિકારીને વધુમાં કહ્યું કે, “જ્યારે રાજ્ય મોડું આવે છે, ત્યારે અમને શંકા થઈ જાય છે. તમે કેવી રીતે કહી શકો કે યોગ કેન્દ્ર શૈક્ષણિક સંસ્થા નથી? જો તે યોજના મુજબ નથી ચાલતું, તો તમે બિન-અનુપાલનને પડકારી શકો છો, પરંતુ તમને એક લાખથી વધુ રકમમાં બાંધવામાં આવેલ માળખું તોડવાની મંજૂરી આપી શકાય નહીં.
Also read : દેશનો સૌથી પહેલો વર્ટિકલ સી બ્રિજ ક્યારે શરુ થશે, જાણો પમ્બન બ્રિજની વિશેષતા?
સર્વોચ્ચ અદાલતે રાજ્યના એડવોકેટ જનરલ પીએસ રામનને કહ્યું કે હવે જ્યારે ઈશા ફાઉન્ડેશને કોઈમ્બતુર જિલ્લાના વેલિયાંગિરીમાં યોગ અને ધ્યાન કેન્દ્રનું નિર્માણ કર્યું છે, ત્યારે રાજ્યએ પર્યાવરણીય પાલનની ખાતરી કરવી જોઈએ. ખંડપીઠે આ મામલાની સુનાવણી શિવરાત્રી પછી મુલતવી રાખી હતી.