નેશનલ

Supreme Court on ED: ‘…તો ED આરોપીની ધરપકડ કરી શકે નહીં’, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે લોન્ડરિંગ કેસ(Money Laundering case)માં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ માટે EDને સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે ઉમેર્યું હતું કે જો ED આવા આરોપીની કસ્ટડી ઇચ્છે છે, તો તેણે પહેલા વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે.

Read More: એલ્ગાર પરિષદ કેસ: સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને જામીન આપ્યા

સાથે સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે EDએ તપાસ દરમિયાન જે આરોપીઓની ધરપકડ નથી કરી, તેમના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. કોર્ટે કહ્યું છે કે જ્યારે કોર્ટ ચાર્જશીટની નોંધ લીધા પછી આવા આરોપીને સમન્સ જાહેર કરશે અને તે હાજર થશે ત્યારે તેને જામીન મળી જશે. કલમ 45માં આપવામાં આવેલી જામીનની બેવડી શરત તેને લાગુ પડશે નહીં. જો ED કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી આવા આરોપીની ધરપકડ કરવા માંગે છે, તો કોર્ટની પરવાનગી લેવી પડશે.

કોર્ટે કહ્યું, આરોપીનો પક્ષ સાંભળ્યા પછી, વિશેષ અદાલતે અરજી પર આદેશ પસાર કરવા પડશે. EDની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટ ત્યારે જ કસ્ટડીની મંજૂરી આપી શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. ભલે કલમ 19 હેઠળ આરોપીની ક્યારેય ધરપકડ કરવામાં ન આવી હોય.

Read More: PM મોદીની કથિત ‘હેટ સ્પિચ’ સામે કરાયેલી અરજી સુપ્રિમે ફગાવી, અરજીકર્તાઓને કર્યું આ સૂચન

મની લોન્ડરિંગના કેસમાં આરોપીને જામીન માટે કડક ટ્વીન-ટેસ્ટમાંથી પસાર થવું જરૂરી છે કે કેમ એ અંગેના કેસનો ચુકાદો આપતા કોર્ટે આ ટીપ્પણી કરી હતી. કોર્ટે 30 એપ્રિલના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button