નેશનલ

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો સંજય કુંડુ રહેશે હિમાચલ પ્રદેશના ડીજીપી….

શિમલા: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશના 1989ની બેંચના IPS અધિકારી સંજય કુંડુને ઘણી મોટી રાહત આપી હતી. IPS અધિકારી સંજય કુંડુને DGP પદેથી હટાવવાના રાજ્ય હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. કોર્ટના આદેશ બાદ તેમની ડીજીપી પદ પર સરળતાથી નિમણૂક થઈ શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે સંજય કુંડુને વેપારી સામે ધમકી આપવાના આરોપની એસઆઈટી તપાસ કરવાના હાઈ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

હિમાચલના કાંગડા જિલ્લાના રહેવાસી નિશાંત શર્મા નામના વેપારીએ હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ઈમેઈલ કરીને ડીજીપી સંજય કુંડુ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં તેમને અને તેમના પરિવારના જીવને ખતરો છે એમ જણાવ્યું હતું. ત્યારબાદ હાઈ કોર્ટે સુઓ મોટો કરીને એટલે કે હાઈ કોર્ટે જાતે નોંધ લઈને કેસની સુનાવણી કરી હતી. અને 26 ડિસેમ્બર 2023ના રોજ હાઈ કોર્ટે ડીજીપી સંજય કુંડુ અને કાંગડા જિલ્લાના એસપી શાલિની અગ્નિહોત્રીને તેમની વર્તમાન પોસ્ટિંગમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હિમાચલ સરકારે સંજય કુંડુને મૂળ કાર્ડર IPSમાંથી IAS બનાવી દીધા અને તેમને આયુષ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા. જોકે સંજય કુંડુ આયુષ વિભાગમાં જોડાયા ન હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે IPSને તેમના પર લાગેલા આરોપો સામે તેમનો પક્ષ રાખવાની પરવાનગી આપ્યા વગર જ રાજ્યના DGP પદ પરથી હટાવવાનો આદેશ આપી શકાય નહીં. સંજય કુંડુ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઈ કોર્ટના આદેશ સામે સંજય કુંડુ બીજી વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

https://twitter.com/i/status/1745767927893446857

આ દરમિયાન હાઈ કોર્ટના આદેશ સામે સંજય કુંડુએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો અને સંજય કુંડુને હાઈ કોર્ટમાં રિ-કોલ અરજી દાખલ કરવા જણાવ્યું હતું. 9 જાન્યુઆરીના રોજ હાઈ કોર્ટે અગાઉના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી રિકોલ અરજીને ફગાવી દીધી હતી અને નિશાંત શર્મા કેસની તપાસ માટે SITને આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button