નેશનલ

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને વેધક સવાલ, પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ નાગરિકતા આપી તો આવાસ કેમ નહી?

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મજનૂ કા ટીલામાં રહેતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ માટે આવાસ અંગે વેધક સવાલ પૂછયો છે. કોર્ટ આ અંગે જણાવ્યું છે કે જયારે તમે આ લોકોને ભારતીય નાગરિકત્વ આપ્યું છે તો તેમને આવાસ કેમ આપવામાં નથી આવતા. આ કેસની સુનાવણી બેન્ચે આ આ શરણાર્થીઓ માટે રહેઠાણની વ્યવસ્થા અંગે ચર્ચા કરીને તેનો ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારમાં 250 થી વધારે પરિવારો રહે છે જે બધા જ અનુસૂચિત જાતિ સમુદાયના છે.

આ પરિવારોને દૂર કરવા પર રોક લગાવવામાં આવી

આ અંગે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી અધિકારીઓ કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. જે સમયને કોર્ટે મંજુર રાખ્યો છે. તેમજ ચાર સપ્તાહ બાદ તેની સુનાવણી કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. જેમાં આ વિસ્તારમાંથી આ પરિવારોને દૂર કરવા પર રોક લગાવવામાં આવી છે.

હાઈકોર્ટે શરણાર્થીઓને હટાવવાની મંજુરી આપી હતી

આ મુદ્દે લાંબી કાનૂની લડત ચાલી હતી. જેમાં 29 ઓગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓને આ વિસ્તારમાંથી દુર કરવાની કાર્યવાહી પર રોક લગાવી હતી. તેમજ કેન્દ્ર સરકાર અને ડીડીએ નોટીસ આપીને જવાબ માંગ્યો હતો. આ પૂર્વે 30 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે આ શરણાર્થીઓને અરજી રદ કરીને તેમને હટાવવાની મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ શરણાર્થીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે માનવતાવાદી ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો

જયારે સુપ્રીમ કોર્ટ હવે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે જો કેન્દ્ર સરકાર આ લોકોને કાયદેસર ભારતીય નાગરિક તરીકે માન્યતા આપે છે, તો તેમને મૂળભૂત સુવિધાઓ, ખાસ કરીને રહેઠાણ કેમ આપવામાં આવી રહ્યું નથી. કોર્ટે સરકારને આને માત્ર વહીવટી બાબત જ નહીં પરંતુ માનવતાવાદી ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button