સુપ્રીમ કોર્ટે બાળકોમાં અંગ દાનના આ નિયમમાં કર્યો ફેરફાર…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષના બાળકના લિવર ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપી છે. બાળકના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તે નિયમને પડકારવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ ભારતનો રહેવાસી ના હોય તે ભારતના કોઇ વ્યક્તિ પાસેથી કોઇ પણ અંગ દાનમાં લઇ શકતો નથી. સુપ્રીમ કોર્ટ આવા જ એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં નિર્ણય લેતા કોર્ટે અરજીની માંગણી સ્વીકારતા કોર્ટે બાળકને તેના ભારતમાં રહેતા પરિવારજનોમાંથી કોઇપણ વ્યક્તિ અંગ દાન કરી શકે છે. તેમજ કોર્ટે નિયમમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે નિયમોમાં સુધારાની માગણી કરતી અરજીને પણ સ્વીકારી હતી. જેના કારણે હવે મૂળ ભારતીય પરંતુ વિદેશમાં રહેતા લોકોમાં કોઇ બાળકને અંગ ટ્રાન્સપ્લાન્ટ હવે સરળ થઇ ગયું છે.
પિટિશનમાં ઓર્ગન ડોનેશન ઓથોરિટી કમિટીના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો હતો, જેણે અંગ દાનને મંજૂરી આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે પ્રસ્તાવિત અંગ દાતા દર્દીના પિતરાઈ ભાઈ છે જે તેમના પરિવાર તરીકે માન્ય નથી કારણ કે પરિવારની વ્યાખ્યામાં માત્ર પતિ, પત્ની, બાળકો અને ભાઈ-બહેનનો જ સમાવેશ થાય છે. ત્રણ વર્ષના બાળક અને તેના માતા-પિતા પાસે OIC કાર્ડ છે. તે ફેબ્રુઆરીથી ભારતમાં રહે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે બાળક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે.
ખાસ બાબત તો એ છે કે તેનો પિતરાઈ ભાઈ બાળકને લીવર આપી રહ્યો છે. બાળક ઘણા સમયથી બીમાર હતું તેને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી.ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે. બાળક લીવરની ગંભીર બિમારીથી પીડિત છે. તેનો જીવ બચાવવા માટે ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. પરંતુ હાલના ટ્રાન્સપ્લાન્ટ નિયમોને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી સ્થિતિમાં બાળકના માતા-પિતાએ નિયમમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો હતો.