નેશનલ

Manipur Violence: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો કડક આદેશ, આ વિગતો માંગી…

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર સરકારને રાજ્યમાં જાતિય હિંસા(Manipur Violence)દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક રીતે બળી ગયેલા ઘરો અને મિલકતોની અને તેના પર થયેલ અતિક્રમણની વિગતો સીલબંધ કવરમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે મિલકતો પર અતિક્રમણ કરનારા અને આગ લગાડનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી? ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે અરજી પર સુનાવણી 20 જાન્યુઆરીથી શરૂ થતા અઠવાડિયા માટે નક્કી કરી છે.

આ પણ વાંચો : Supreme Court એ ખેડૂત આંદોલન મુદ્દે દાખલ અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર

જજોની એક સમિતિની રચના કરવાનો આદેશ

ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે પીડિતોની રાહત અને પુનર્વસન અને તેમને વળતરની દેખરેખ માટે ત્રણ ભૂતપૂર્વ મહિલા હાઈકોર્ટ જજોની એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા દત્તાત્રેય પડસાલગીકરને ફોજદારી કેસોની તપાસની દેખરેખ રાખવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : ‘દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે…’ આ હાઈકોર્ટના જજે ટ્રિપલ તલાક, હલાલા અને UCC વિષે ખુલીને વાત કરી

જાતિય હિંસામાં 160 થી વધુ લોકોના મોત

મણિપુરમાં 3 મે 2023ના રોજ પ્રથમ વખત જાતીય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. બહુમતી મેઇતી સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે જાતિ હિંસા ફાટી નીકળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button