સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી સૈન્ય અધિકારીને અશિસ્ત બદલ બરતરફ કરવાનો આદેશ આપ્યો, જાણો વિગતે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના લીધે તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે સુનાવણી દરમિયાન ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સખત ઠપકો આપ્યો અને સેનામા સેવા આપવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
વિવાદ ઉભો કરનારા અધિકારી સેનામાં સેવા આપવા માટે અયોગ્ય
આ અંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે “તે કેવો સંદેશ આપી રહ્યા છે. આ એક સૈન્ય અધિકારી દ્વારા ગંભીર અનુશાસનહીનતા છે. તેમને બરતરફ કરવા જોઈતા હતા. આવો વિવાદ ઉભો કરનારા લોકો સેનામાં સેવા આપવા માટે અયોગ્ય છે.
કોર્ટે કહ્યું કે તે ભલે ગમે તેટલા ઉત્કૃષ્ટ અધિકારી હોય પરંતુ ભારતીય સેનામાં માટે અયોગ્ય છે. તેમજ હાલમાં સેના પર જે જવાબદારીઓ ત્યારે આ પ્રકારનું વર્તન સહન કરી શકાય તેમ નથી.
આ સમગ્ર વિવાદ અંગે મળતી માહિતી મુજબ સેમુઅલ કમલેસન ત્રીજી કેવલરી રેજિમેન્ટના લેફટન્ટ હતા. પરંતુ તેમણે ગુરુદ્વારા પૂજા કરવા જવાના સીનિયર અધિકારીના આદેશને માનવાથી ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે તેમનો ધર્મ આ મંજૂરી નથી આપતો. જેની બાદ તેમને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સૈન્ય શિસ્તનો ભંગ ગણાવ્યો
આ પૂર્વે હાઇકોર્ટે પણ સેનાએ લીધેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે કમલેસને પોતાના ધર્મને સીનિયરના ઓર્ડરથી ઉપર રાખ્યો હતો. જે સ્પષ્ટ રીતે શિસ્તભંગ છે. કોર્ટે તેને સૈન્ય શિસ્તનો ભંગ ગણાવ્યો હતો. જેની બાદ સેમુઅલ કમલેસન તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે આજે નકારી દીધી છે. જેમાં જસ્ટીસ જોયમાલા બાગચીએ ટિપ્પણી કરી હતી કે પૂર્વ અધિકારીએ તેમના પાદરીની સલાહ પણ નહોતી માની. તેમજ જ્યારે તમારો પાદરી તમને સમજાવે છે ત્યારે વાત પૂર્ણ થઇ જાય છે. તમે જ્યારે યુનિફોર્મના હોવ ત્યારે વ્યકિતગત વ્યાખ્યા ના કરી શકાય.
પૂજા કરવાનું કહેતા અટકી ગયા હતા
જ્યારે કમલેસનનું વતી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે તેમને એક જ ગુના માટે બરતરફ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે હોળી અને દિવાળીમાં ભાગ લેવા જેવા અન્ય ધર્મો પ્રત્યે આદર દર્શાવ્યો હતો. શંકરનારાયણને એવી પણ દલીલ કરી હતી કે બંધારણ વ્યક્તિઓને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ ન લેવાનો અધિકાર આપે છે. શંકરનારાયણે કહ્યું, સેનામાં જોડાવાથી વ્યક્તિની ધાર્મિક ઓળખ ગુમાવતો નથી. જ્યારે કમલેસન ગુરુદ્વારા અને મંદિર ગયા હતા. પરંતુ પૂજા કરવાનું કહેતા અટકી ગયા હતા. બંધારણ એટલો અધિકાર તો આપે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી.



