
નવી દિલ્હીઃ આસામમાં 171 ફેક એન્કાઉન્ટર કિલિંગ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે માનવાધિકાર પંચ મારફત નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વકીલ આરિફ યાસિન જવાદ્દરની અરજી મુદ્દે આ આદેશ આપ્યો છે. આરિફ યાસિને ગુવાહાટી હાઈ કોર્ટેના ચુકાદાને પડકાર્યો હતો, જેમાં સ્વતંત્ર તપાસની માગને ફગાવી હતી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની ખંડપીઠે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી, જેમાં કહ્યું હતું કે પોલીસ પર લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. કોર્ટે કહ્યું કે જાહેર અધિકારીઓ દ્વારા પીડિતો પર અતિશય અને ગેરકાયદે બળનો ઉપયોગ કરવાની બાબતને કાયદેસર ગણી શકાય નહીં.
કોર્ટની ખંડપીઠે કહ્યું કે આરોપ છે કે એન્કાઉન્ટરમાં અમુક બનાવટી પણ થતા હોય છે. વાસ્તવમાં આ બાબત બહુ ગંભીર છે અને આ સત્ય સાબિત થઈ તો સંવિધાનના અધિનિયમ 21નું ઉલ્લંઘન છે, જે જીવનનો અધિકાર આપે છે. કોર્ટે કહ્યું કે એ પણ સંભવ છે કે નિષ્પક્ષ તપાસમાં મળતી અમુક માહિતી કાયદાકીય રીતે યોગ્ય અને જરુરી હતા.
બેંચે કહ્યું કે રાજ્ય સરકાર વતીથી ચિન્હિત કરવામાં આવેલા અમુક કેસનું મૂલ્યાંકન કરવાનું જરુરી છે, જેથી ખબર પડે કે અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી. એના પછી કોર્ટે આ કેસમાં તપાસ માટે માનવાધિકાર પંચને મોકલવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતો અને તેમના પરિવારોને પણ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવાની તક મળવી જોઈએ. કોર્ટે માનવાધિકાર પંચને નિર્દેશ આપતા કહ્યું છે કે આ સંબંધમાં એક પબ્લિક નોટિસ જારી કરે. કોર્ટે કહ્યું છે કે જો પંચને એમ લાગે કે આગળ તપાસ કરવાનું જરુરી છે તો તેની પણ મંજૂરી આપશે.
કોર્ટે તપાસ માટે નિવૃત્ત અથવા સર્વિસમાં રહેલા પોલીસ અધિકારીની મદદ લેવાની પણ મંજૂરી આપી છે, પરંતુ આ અધિકારી એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓના સંપર્કમાં હોવા જોઈએ નહીં.
આસિફ યાસિને કોર્ટમાં અરજી કરીને પોલીસ કર્મચારીઓ સામે પણ એફઆઈઆર ફાઈલ કરવાની માગણી કરી હતી, જેમાં ફેક એન્કાઉન્ટરમાંનો આરોપ છે. જોકે, આસામ સરકારનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં 10 ટકા કેસ છે, જેમાં પોલીસ એક્શનમાં ગુનેગારોને ઈજા પહોંચી હોય અને આ કાર્યવાહી પોલીસે સેલ્ફ ડિફેન્સમાં કરી હતી.
આ પણ વાંચો : રાજ્યસભામાં બદલાશે સમીકરણો: તમિલનાડુ-આસામની ચૂંટણીથી વિપક્ષની તાકાત વધશે…