નેશનલ

ભૂતપૂર્વ ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની કરી પ્રશંસા…

નવી દિલ્હી: ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથ જેમાં પ્રમોદ કોહલી, એસએમ સોની, એએન ઢીંગરા અને આરસી ચવ્હાણ સહિત હાઇકોર્ટના 22 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ આ અંગે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ના આપવી એ સુપ્રીમ કોર્ટનો પ્રશંસનીય ચુકાદો છે. આ એક વૈધાનિક જોગવાઈ છે. આપણી સંસ્કૃતિ અને નૈતિકતાના વ્યાખ્યા પ્રમાણે પણ આ યોગ્ય છે.

ભૂતપૂર્વ ન્યાયાધીશોએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ચુકાદાને ‘LGBTQ+’ સમુદાય સિવાય બાકી તમામ લોકોએ અને સમાજે આ ચુકાદાને વધાવી લીધો હતો. ચુકાદાના વિવિધ મુદ્દાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે આ ચુકાદો ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને વારસાના સંદર્ભમાં સુસંગત છે.


સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરના સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત લગ્ન સિવાય બીજા કોઇ પણ લગ્નને માન્યતા આપવી તે શક્ય નથી.


ભૂતપૂર્વ ન્યાયાધીશોએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ચુકાદો આપ્યો છે કે આવા લગ્નોને માન્યતા આપવાની જોગવાઈ કરવી તે તેના અધિકારક્ષેત્રમાં નથી. તે સંસદના અધિકારક્ષેત્રમાં છે. ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ખાસ કહ્યું હતું કે અદાલતે પણ સમલૈંગિકોને બાળક દત્તક લેવાના અધિકારને પણ માન્યતા આપી નથી અને આ અભિગમ પણ પ્રશંસનીય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button