સુપ્રીમ કોર્ટના જજ પણ ચકરાવે ચડી ગયા, શું હાઈ કોર્ટના જજ પણ…
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની રહેવાસી 64 વર્ષની વિધવા મહિલા અને તેની પુત્રીની અરજી પર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સીલબંધ કવરમાં જવાબ માંગ્યો હતો. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇરજીમાં કહ્યું હતું કે કોલકત્તા હાઈ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ અમૃતા સિન્હા તેમના કેસની નિષ્પક્ષ રીતે તપાસ કરવા દેતા નથી. અને પોલીસ પર ખોટી રીતે દબાણ લાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પણ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને અચંબામાં પડી ગઇ હતી કે હાઈ કોર્ટના જજ પણ આવું કામ કરી શકે છે.
આ સમગ્ર ઘટના જમીનના વિવાદ સાથે જોડાયેલી છે તેમાં એક વિધવા મહિલાના પિતા જ્યારે મૃત્યુ પામ્યા તે વખતે જમીનનો એક હિસ્સો તેના નામે કરતા ગયા હતા પરંતુ તે મહિલાના ભાઇઓ તેને તેનો હક આપતા નહોતા. આથી તે મહિલાએ કોલકાત્તા હાઈ કોર્ટમાં અરજી કરી પરંતુ ત્યાં પણ તેના ભાઇઓએ હાઈ કોર્ટના જસ્ટિસ અમૃતા સિંહાના પતિની નિમણૂક પોતાના વકીલ તરીકે કરી જેના કારણે તેનો કેસ અટકી ગયો. જસ્ટિસ અમૃતા સિંહા પોલીસ પર દબાણ કરી રહ્યા હતા અને કોર્ટમાં તેમના પતિ એક પણ પુરાવા રજૂ કરવા દેતા નહોતા. આખરે કંટાળીને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
જેના જવાબમાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ એસવીએન ભાટીની ખંડપીઠે કેસની સુનાવણી કરતી વખતે પશ્ચિમ બંગાળ સીઆઈડીને કોઈના દબાણમાં આવ્યા વિના આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. અને જો તપાસમાં કોઈ પ્રકારની દખલગીરી હોય તો તે પણ કોર્ટને જાણ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ડિસેમ્બરમાં આ ઘટનાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનો આદેશ પણ આપ્યો અને આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સીધો જમા કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.