સુપ્રીમ કોર્ટના જજોને આ શબ્દોનું સંબોધન ગમતું નથી….
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ.નરસિંહને ગઇકાલે કોર્ટમાં માય લોર્ડ કે યોર લોર્ડશીપ તરીકે સંબોધવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે માય લોર્ડની જગ્યાએ ‘સર’ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા પણ ઘણા ન્યાયાધીશો માય લોર્ડ, યોર લોર્ડશિપ કે યોર ઓનર કહેવા સામે વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે.
અને મોટાભાગે તમામ ન્યાયાઘીશોનું કહેવું છે કે આ બ્રિટિશ કાળની પરંપરા છે જે તમને આપણને ગુલામ બનાવ્યા એટલે દરેક વકીલ કે સામાન્ય નાગરિક પાસે એ પરાણે માય લોર્ડ કે યોર લોર્ડશીપ કે પછી યોર ઓનર જેવા શબ્દોનું સંબોઘન બ્રિટીશ અધિકારીઓ માટે કરાવતા હતા. સુનાવણી દરમિયાન જ્યારે એક વરિષ્ઠ વકીલે જસ્ટિસને માય લોર્ડ કહીને સંબોધન કર્યું ત્યારે જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે તમે હવે ફરી એકવાર મને માયલોર્ડ બોલ્યા તો હું મારો અડધો પગાર તમને આપી ગઇશ અને ગણવાનું શરૂ કરીશ કે તમે કેટવી વાર આ શબ્દનું સંબોધન કરો છો.
2016માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે માય લોર્ડ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. 2009માં જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે જસ્ટિસ કે. ચંદ્રુએ કહ્યું હતું કે અમને ન્યાયાધીશોને માય લોર્ડ ન કહેવા જોઈએ. એ જ રીતે ઓડિશા હાઈ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એસ. મુરલીધરે પણ તેમની વાત સાથે સહમતિ દર્શાવી હતી. આમ ઘણી વખત ન્યાયાધીશોએ કહ્યું છે કે અમને માય લોર્ડ કે લોર્ડશિપ ન કહેવા જોઈએ.
23 ફેબ્રુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જ્યારે વકીલે ચીફ જસ્ટિસને યોર ઓનર સંબોધિત કર્યું ત્યારે ચીફ જસ્ટિસ બોબડેએ પોતાનો વાંધો પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ અમેરિકાની કોર્ટ નથી. તમે અમને આ રીતે સંબોઘન ના કરો.
એડવોકેટ એમ.એલ કે જેઓ 45 વર્ષથી સર્વોચ્ચ અદાલતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે આ એક પ્રથા બની ગઇ છે અને તેથી જ વકીલો આ શબ્દોનો ઉપયોગ કરે છે. અને આટલા લાંબા સમય બાદ હવે સર શબ્દથી સંબોધન કરવામાં સમય લાગે છે. અને તેમાંય નવા વકીલો તેમના વરિષ્ઠ વકીલોને અનુસરે છે. તેમજ કોર્ટનો આદર કરવા માટે પણ આ શબ્દોનું સંબોધન કરવામાં આવે છે. જો કે હવે નીચલી કોર્ટના ન્યાયાધીશોને સર કહીને સંબોધવાનું શરૂ કરવામાં આવ્યું છે.