સુપ્રીમ કોર્ટમાં આવ્યો એવો કેસ કે સર્જરી સમયે હવે હોસ્પિટલોએ આ કેમ ના કરવું…

સુપ્રીમ કોર્ટે સર્જરીના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જેમાં આ કેસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કમિશન (NMC) અને અન્યને નોટિસ જારી કરીને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ તમામ સંબંધિત એજન્સીઓએ નિયત સમયમાં જવાબ આપવાનો રહેશે.
પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે સર્જરી અને ટ્રાન્સમિશનને કારણે દર્દીઓના જીવ પર જોખમ વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં સર્જરીના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં પણ સર્જરીના લાઈવ પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ ડૉ. રાહિલ ચૌધરી અને અન્ય બે દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરી રહી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સર્જરીના લાઈવ ટેલિકાસ્ટની સાથે લાઈવ મેડિકલ ચર્ચાનું આયોજન કરવું અને ઈન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વમાં તેનું લાઈવ પ્રસારણ કરવું ખોટી બાબત છે. અને તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે વિરાટ કોહલી ક્રિકેટ રમતી વખતે લાઈવ કોમેન્ટ્રી કરે છે તેવું જ આ છે. ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે સર્જરીમાં વધુ એકાગ્રતાની જરૂર પડે છે. AIIMSમાં એકવાર સર્જરીના લાઇવ પ્રસારણ અને ચર્ચા દરમિયાન એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો.
તેમણે કહ્યું હતું કે આ મુદ્દા પર તાકીદે વિચારણા કરવાની જરૂર છે, કારણ કે ઘણી ખાનગી હોસ્પિટલોમાં સર્જરીના લાઇવ પ્રસાણનું વ્યાપારી કરણ કરીને દર્દીઓનું શોષણ કરવામાં આવે છે. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે નેશનલ મેડિકલ કમિશન (NMC)ને પણ નોટિસ જારી કરી છે કે શું આવા કેસોને સંચાલિત કરવા માટે કોઈ નિયમ છે કે નહિ. આ માટે NMCને ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આગામી સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે