દિલ્હી તોફાનના આરોપીની જામીન અરજી પર Supreme Courtની આકરી ટિપ્પણી, કહી આ વાત
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે જેલમાં બંધ અને દિલ્હી તોફાનોના આરોપી તાહિર હુસૈનની પ્રચાર માટે જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે(Supreme Court)આકરી ટિપ્પણી કરી છે. દિલ્હી તોફાનોના આરોપી તાહિર હુસૈનને એઆઇએમઆઇએમે મુસ્તફાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપી છે.
આવા બધા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ
તાહિર હુસૈનની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિથલ અને હસનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સુનાવણી કરી. જેમાં ગંભીર આરોપોમાં તાહિર જેલમાં હોવા તરફ ઈશારો કરતા જસ્ટિસ મિથલે કહ્યું, “આવા બધા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અંગે તાહિર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે આ કારણ જામીન આપવા માટે યોગ્ય છે કે ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર સ્વીકાર્યું છે. તેથી પ્રચાર માટે પણ પરવાનગી આપવી જોઈએ. જોકે, વરિષ્ઠ વકીલની વિનંતી પર કોર્ટે આ મામલાની સુનાવણી મંગળવારે રાખી છે.
ઉમેદવારી નોંધાવવા માટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા તાહિરને ટિકિટ આપવામાં આવી છે.આમ આદમી પાર્ટીનો ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તાહિર હુસૈન 2020ના દિલ્હી તોફાનોના મુખ્ય આરોપીઓમાંના એક છે. આ તોફાનોમાં 50 થી વધુ લોકો માર્યા ગયા. તાહિર હુસૈન પર આઈબી અધિકારી અંકિત શર્માની હત્યામાં પણ સામેલ હોવાનો આરોપ છે. દિલ્હી હાઈકોર્ટે તેમને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા હતા. પરંતુ ચૂંટણી ન થાય ત્યાં સુધી જેલની બહાર રહેવાની તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો…OMG, એવું તે શું થયું કે કુંભમેળામાંથી જતી રહી ઈન્ટરનેટ સેન્સેશન Monalisa?
વચગાળાના જામીનની માંગ કરી
દિલ્હી,આ 2020માં તોફાનના મુખ્ય આરોપીઓમાંના એક અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા મુસ્તફાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. તાહિરે કોર્ટમાં અરજી દાખલ કરીને વચગાળાના જામીનની માંગ કરી છે જેથી તે ચૂંટણી પ્રચાર કરી શકે.