સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં આપ્યો મોટો ચુકાદો, બે મહિના સુધી ધરપકડ પર રોક | મુંબઈ સમાચાર

સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં આપ્યો મોટો ચુકાદો, બે મહિના સુધી ધરપકડ પર રોક

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં ખોટા આરોપો અને નિર્દોષ લોકોને સુરક્ષા આપવા માટે એક મોટો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈ અને જસ્ટીસ એ.જી. મસીહની ખંડપીઠે જણાવ્યું છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના વર્ષ 2022ના દિશા નિર્દેશોને સમગ્ર દેશમાં લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

પતિ કે તેના સંબંધીઓની ધરપકડ ન કરવી જોઈએ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે કોઈ મહિલા દહેજ ઉત્પીડન કાયદા હેઠળ તેના સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કરે છે ત્યારે પોલીસે બે મહિના સુધી પતિ કે તેના સંબંધીઓની ધરપકડ ન કરવી જોઈએ.ભારતીય ફોજદારી ધારાની કલમ 498 A માં મહિલાઓને દહેજ ઉત્પીડન કેસ રાહત આપે છે. જોકે, તેનો દુરઉપયોગ પણ પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

ધરપકડ પૂર્વે તલસ્પર્શી તપાસ અને પૂછપરછની જરૂર

આ અંગે 13 જુન 2022માં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું દહેજ ઉત્પીડન કેસમાં પતિ અને તેમના પરિવારજનો પર
સામાન્ય રીતે ખોટા આરોપ લગાવવામાં આવે છે. કોર્ટે વર્ષ 2018 ના કેસને ટાંકીને જણાવ્યું હતું કે કોઈ પણ ધરપકડ પૂર્વે
તલસ્પર્શી તપાસ અને પૂછપરછની જરૂર હોય છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે દિશા-નિર્દેશો આપ્યા છે.

કાયદાનો દુરઉપયોગ રોકવો પણ એટલો જ જરૂરી

સુપ્રીમ કોર્ટે આ ચુકાદાના સંદર્ભમાં જણાવ્યું કે જયારે પત્ની અને તેનો પરિવાર પતિ અને સાસરિયા પક્ષ પર ખોટા આરોપ મુકે છે. તેની બાદ જયારે તપાસમાં સાચી વાત પ્રકાશમાં આવે ત્યારે તે નિર્દોષ સાબિત થાય છે જેમને તે પૂર્વે જેલની સજા ભોગવી હોય છે. આ ચુકાદાથી અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનો દુરઉપયોગ રોકવો પણ એટલો જ જરૂરી છે જેટલો પીડિતને ન્યાય આપવો.

આપણ વાંચો:  કાંવડ યાત્રામાં અશ્લીલ ડાંન્સથી સોશિયલ મીડિયામાં હોબાળો, અનુરાધા પૌડવાલે ઠાલવ્યો રોષ

ઉદેશ્ય માત્ર સજા આપવાનો નથી પરંતુ ન્યાય આપવાનો

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચુકાદાથી એ પણ સ્પષ્ટ કર્યું કે, કાયદાનો ઉદેશ્ય માત્ર સજા આપવાનો નથી પરંતુ ન્યાય આપવાનો પણ છે. દહેજ ઉત્પીડનથી પીડિત મહિલાઓને ન્યાય મળવો જોઈએ. પરંતુ નિર્દોષ પતિ અને તેમના પરિવારજનોને ખોટા કેસમાં ફસાવવાથી પણ બચાવવા પણ જોઈએ.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button