નેશનલ

સુપ્રીમ કોર્ટે દીપમ વિવાદમાં મોટો ચુકાદો આપ્યો, તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દરરોજ નમાઝ પર પ્રતિબંધ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે તમિલનાડુના પવિત્ર તિરુપરંકુન્દ્રમ ટેકરી પર પશુ બલિ અને નમાઝ પર પ્રતિબંધ મૂકતા હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. તેમજ આ ચુકાદાને સંતુલિત ચુકાદો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરરોજ નમાઝ અદા ના કરી શકાય.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તિરુપરંકુન્દ્રમ ટેકરી પરના કાર્તિગાઈ દીપમ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો રમઝાન અને બકરી ઈદ દરમિયાન ટેકરીના નેલીથોપ્પુ વિસ્તારમાં નમાઝ અદા કરી શકે છે, પરંતુ દરરોજ નહીં. તિરુપરંકુન્દ્રમ ટેકરી પર આવેલ નેલીથોપ્પુ વિસ્તાર સિકંદર બદુશા ઔલિયા દરગાહની માલિકીનો છે.

આપણ વાચો: SIR પ્રક્રિયા પર વિવાદ: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ

તિરુપરંકુન્દ્રમ ટેકરીની તળેટીમાં ભગવાન સુબ્રમણ્યમ સ્વામીનું મંદિર

તિરુપરંકુન્દ્રમ ટેકરીની તળેટીમાં ભગવાન સુબ્રમણ્યમ સ્વામીનું મંદિર છે અને આ ટેકરીને ભગવાન સુબ્રમણ્યમનું ઘર માનવામાં આવે છે. જે તેને સનાતન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર બનાવે છે. મંદિરની સાથે ટેકરી પર એક દરગાહ પણ છે. જેના કારણે પ્રાર્થના અને પશુ બલિ અંગે વિવાદ થયો છે.

ઈમામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબર માસમાં મદ્રાસ હાઈકોર્ટે આ વિસ્તારમાં પશુ બલિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. તેમજ હાઈકોર્ટના આદેશને પડકારતા દરગાહના એક ઈમામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ અરવિંદ કુમાર અને પી.બી. વરાલેની બેન્ચે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને સંતુલિત ગણાવ્યો હતો.

આપણ વાચો: વેદાંતાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો , તમિલનાડુના તુતીકોરીનમાં કોપર સ્ટરલાઇટ પ્લાન્ટ નહીં ખુલે

દીપાથૂન સ્થળે દીવા પ્રગટાવવાની પરવાનગી આપી હતી

ગત વર્ષે ડિસેમ્બરમાં, મદ્રાસ હાઈકોર્ટે દરગાહ નજીક દીપાથૂન સ્થળે દીવા પ્રગટાવવાની પરવાનગી આપી હતી. જેનાથી ઘણો વિવાદ થયો હતો.

જોકે, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા બગડતી હોવાનો હવાલો આપીને હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો હતો. જેના કારણે હાઈકોર્ટે સરકાર સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. તમિલનાડુ સરકારે અવમાનનાના આદેશ સામે લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરી હતી, જેને ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી.

સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી

જેની બાદ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ દરમિયાન, રાજ્ય સરકાર, પોલીસ, દરગાહ અને તમિલનાડુ વક્ફ બોર્ડે પણ સિંગલ જજના આદેશને પડકારતી ડિવિઝન બેન્ચનો સંપર્ક કર્યો. જયારે અંતે 6 જાન્યુઆરીના રોજ જસ્ટિસ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button