કર્ણાટક મૈસૂર દશેરા ઉત્સવમાં બાનુ મુસ્તાક મુખ્ય મહેમાન રહેશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી…

નવી દિલ્હી : કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા ઉત્સવનો વિવાદ વધ્યો છે. જેમાં કર્ણાટક સરકારે મૈસૂર દશેરા ઉત્સવમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુસ્તાકને મુખ્ય મહેમાન બનાવ્યા છે. જેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે હવે મૈસૂર દશેરા ઉત્સવમાં બાનુ મુસ્તાક મુખ્ય મહેમાન રહેશે.
બિન-હિન્દુ દ્વારા પૂજા વિધીનો વિરોધ
કર્ણાટક સરકારે મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં 22 સપ્ટેમ્બરથી આયોજિત દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે બાનુ મુશ્તાકને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કેસમાં અરજદારોની દલીલ હતી કે ચામુંડેશ્વરી મંદિરમાં કરવામાં આવતી પૂજા અને વૈદિક વિધિઓ હિન્દુ પરંપરાઓનો હિસ્સો છે.

જેમાં દીવા પ્રગટાવવા, હળદર અને કુમકુમ ચઢાવવા, ફળો અને ફૂલોનો સમાવેશ થાય છે. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ વિધિઓ પરંપરાઓ અનુસાર કરવામાં આવે છે અને બિન-હિન્દુ દ્વારા તે ના કરી શકાય.
બાનુ મુશ્તાકની પસંદગી પરંપરા વિરુદ્ધ
આ અંગે અરજદારોએ બાનુ મુશ્તાકની પસંદગીને હિન્દુ ધાર્મિક લાગણીઓ અને પરંપરાઓનું અપમાન ગણાવ્યું હતું. જયારે મૈસુરના ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રતાપ સિંહા સહિત કેટલાક લોકોએ મુશ્તાકના ભૂતકાળના નિવેદનોને હિન્દુ અને કન્નડ વિરોધી ગણાવ્યા હતા તેમણે કહ્યું કે આ તહેવાર પરંપરાગત રીતે વૈદિક મંત્રોના જાપ અને દેવી ચામુંડેશ્વરીને ફૂલો ચઢાવવાથી શરૂ થાય છે અને બાનુ મુશ્તાકની પસંદગી પરંપરા વિરુદ્ધ છે.
દેવી ચામુંડેશ્વરીની મૂર્તિ પર ફૂલોની વર્ષાથી ઉત્સવની શરુઆત
ઉલ્લેખનીય છે કે, મૈસુર દશેરા ઉત્સવ જેને નાડા હબ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે.કર્ણાટકમાં એક મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે. જે 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમીના દિવસે પૂર્ણ થશે.
આ તહેવારની શરૂઆત ચામુંડેશ્વરી મંદિરમાં દેવી ચામુંડેશ્વરીની મૂર્તિ પર વૈદિક મંત્રોના જાપ સાથે ફૂલોની વર્ષાથી થાય છે. આ ઉત્સવ મૈસુર રાજવી પરિવારની પરંપરાઓ સાથે પણ સંકળાયેલી છે.
આ પણ વાંચો…મૈસુર દશેરાના ઉદ્ધાટન મુદ્દે રાજકારણ ગરમાયું: બુકર પ્રાઈઝ વિજેતાને આમંત્રણ, કોણ છે?