નેશનલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યભિચાર અને અકુદરતી સેક્સને ગુનો નહીં બનાવાય…

નવી દિલ્હી: સંસદીય પેનલની ભલામણોને અવગણીને, સરકાર IPCની કલમ 377ને બાકાત કરવાના તેના ચુકાદા પર અડગ રહી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમલૈંગિક અથવા અકુદરતી સેક્સ અને વ્યભિચાર એ ગુનો નથી. 12 ડિસેમ્બરના રોજ લોકસભામાં BNS બિલ 2023 કલમ 377 અને કલમ 497ની રજૂઆત કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે અકુદરતી સેક્સ અને વ્યભિચાર બંને કાયદાઓને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધા હતા. સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને મહત્વ આપ્યું હતું.

અગાઉ સર્વોચ્ચ અદાલતે 2018 માં વ્યભિચારને અપરાધ જાહેર કર્યો, જોકે તે છૂટાછેડા માટેનો એક આધાર છે. સુપ્રીમ કોર્ટે તે જ વર્ષે સમલૈંગિક યુગલો વચ્ચે સહમતિથી સેક્સને પણ અપરાધ જાહેર કર્યો હતો.જો કે BNS બિલ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ સાથે સંકળાયેલી જોગવાઈઓમાં નવી કલમ 73 ઉમેરે છે. તેનો હેતુ ખાસ કરીને બળાત્કાર અને જાતીય અપરાધોનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ અથવા માહિતીને સાર્વજનિક થવાથી સુરક્ષિત રાખવાનો છે. કલમ 73 કહે છે કે ‘જે કોઈ, આવી અદાલતની અગાઉની પરવાનગી વિના, કલમ 72 માં નિર્દિષ્ટ કરાયેલા કોઈપણ ગુનાના સંદર્ભમાં કોર્ટ સમક્ષ કોઈપણ કાર્યવાહીના સંબંધમાં કોઈપણ બાબતને છાપે અથવા પ્રકાશિત કરે, તો તેને એક મુદત માટે કોઈપણ પ્રકારની કેદની સજા થશે. જે બે વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે.

તેમજ દંડને પાક્ષ પણ રહેશે. બ્રિજલાલની આગેવાની હેઠળની ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ ચાર ડિસેમ્બરે સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલમાં કલમ 377ને તેના રીડ-ડાઉન અવતારમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી, જ્યાં સમલિંગી, બિન-સહમતિયુક્ત જાતીય કૃત્યો પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે કલમને વાંચ્યા બાદ પણ સમિતીએ સેક્શન 377ની જોગવાઈઓ પુખ્ત વયના લોકો સાથે સહમતિ વિનાના શારીરિક સંભોગ, સગીરો સાથે શારીરિક સંભોગના તમામ કૃત્યો અને પશુતાના કૃત્યોમાં લાગુ કરવા ભલામણ કરી હતી. આ ઉપરાંત સમિતીએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં, લગ્નને પવિત્ર માનવામાં આવે છે અને તેની પવિત્રતાનું રક્ષણ કરવાની જરૂર છે. લગ્નના રક્ષણ માટે આ વિભાગ જાળવી રાખવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker