
સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચે કેરળમાં કેદ હાથીઓ વિશે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે દેશમાં હજારો એવા મામલા હશે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, સુપ્રીમ કોર્ટ કંઇ દરેક બાબતમાં દખલ ન કરી શકે અને દરેક કેસની સુનાવણી ન કરી શકે. આ આ અરજી જોઈને ચીફ જસ્ટિસ ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું હતું કે દેશને ફક્ત સુપ્રીમ કોર્ટ જ ચલાવે છે? દરેક લોકોએ સ્થાનિક સ્તરે પોતાની જવાબદારી સમજવાની જરૂર છે.
જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે દલીલ કરી કે આ સમગ્ર મામલામાં નિયમોની અવગણના કરવામાં આવી છે, તો CJIએ પૂછ્યું શા માટે તમે આ મામલો કેરળ હાઈકોર્ટ સમક્ષ નથી ઉઠાવતા? આના પર એડવોકેટે જવાબ આપ્યો હતો કે આ મામલાને લગતી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ખાસ મહત્વની બાબત એ છે કે 2018 થી 2022 વચ્ચે કેરળમાં 135 હાથીઓના મોત થયા છે. તેમ છતાં કોર્ટે કે સરકારે આજ સુધી કોઇ પગલાં લીધા નથી.
પોતાની નારાજગી વ્યક્ત કરતા CJI ચંદ્રચુડે કહ્યું હતું કે આવી અરજીઓ બિનજરૂરી રીતે સુપ્રીમ કોર્ટનો બોજ વધારે છે. આપણે સુપ્રીમ કોર્ટની ભૂમિકાને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. CJIએ કહ્યું હતું કે આ મામલો સંપૂર્ણ રીતે સ્થાનિક છે અને હાઈકોર્ટના જજોને સ્થાનિક મુદ્દાઓની સારી સમજ હોય છે. જો હાઈકોર્ટ કોઈ ભૂલ કરે તો અમે તેમાં હસ્તક્ષેપ કરી શકીએ. પરંતુ જો આ રીતે જ ચાલશે તો દેશ કેવી રીતે ચલાવીશું?
જો કે ચીફ જસ્ટિસ ચંદ્રચુડ વકીલની દલીલ સાથે સહમત નહોતા થયા. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં ઘણા વધુ વિદ્વાન જજો છે. સુપ્રીમ કોર્ટ દરેક મામલામાં દખલ ન કરી શકે. આપણે નાની નાની બાબતોને થોડું મેનેજ કરતા શીખીએ ફક્ત એક સુપ્રીમ કોર્ટ દેશ નહી ચલાવી શકે.
मा.जज सा.नी वात बिलकुल साची छे पण जो नीचली कोर्ट मामलो हाथ पर ज न ले तो शुं? केटलीय जामीन अरजीओ हाईकोर्टमा पेंडिंग होय छे.