નેશનલ

દેશમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાથી Supreme Court ચિંતિત, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરાઇ

નવી દિલ્હી : દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાથી સુપ્રીમ કોર્ટ(Supreme Court)ચિંતિત છે. જેના પગલે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા અને આવી ઘટનાઓને રોકવા માટે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી. ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે કૃષિ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોના આત્મહત્યા દર કરતા વિદ્યાર્થીઓનો આત્મહત્યા દર વધી રહ્યો છે.

આ પણ વાંચો: પરીક્ષા સિવાય અન્ય બાબતોને લઈ વિદ્યાર્થીઓ બને છે ડિપ્રેશનનો ભોગ! જાણો વિસ્તૃત અહેવાલ

વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય

ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ આર મહાદેવનની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાના વિવિધ કેસોનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય છે.

10 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વધતી જતી ઘટનાઓ દર્શાવે છે કે હાલનું કાનૂની અને સંસ્થાકીય માળખું કેમ્પસમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા અને તેમને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં લેતા અટકાવવામાં પ્રભાવી નથી. વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કેસોનો સામનો કરવા માટે કોર્ટે સમાજના વિવિધ વર્ગના લોકોનો સમાવેશ કરતી 10 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે.

સંસ્થાકીય માળખાની અસરકારકતાનું પણ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરશે

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના મુખ્ય કારણો ઓળખતો એક વ્યાપક અહેવાલ તૈયાર કરશે. આમાં ધાર્મિક માન્યતાના આધારે અથવા અન્ય કોઈપણ આધારે ભેદભાવનો સમાવેશ થશે. જેમાં રેગિંગ, જાતિ આધારિત ભેદભાવ, લિંગ આધારિત ભેદભાવ, જાતીય સતામણી, શૈક્ષણિક દબાણ, નાણાકીય બોજનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડતા વર્તમાન કાયદાઓ, નીતિઓ અને સંસ્થાકીય માળખાની અસરકારકતાનું પણ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button