ખોટી રીતે જેલમાં રાખ્યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સર્વોચ્ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમો કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું.
જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મૃત્યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્ત કરતા આપી હતી. જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્યું કે અમેરિકા જેવા વિદેશી ન્યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચો: શું બોક્સ ઓફિસ પર રિલીઝ નહીં થાય ઉદયપુર ફાઇલ્સ? સુપ્રીમ કોર્ટે 21 જુલાઈ સુધી ટાળી સુનાવણી
કાયદા પંચના અહેવાલમાં આ મુદ્દા પર વિચારણા
વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્ય બંને કાયદાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે: અપકૃત્ય દાવા/નાગરિક અધિકારના મુકદ્દમા/નૈતિક જવાબદારીના દાવા અને વૈધાનિક દાવા. બેન્ચે નોંધ્યું કે ભારતીય કાયદા પંચના 277મા અહેવાલમાં આ મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ‘ખોટા અભિયોજન’ની તેની સમજ ફક્ત દૂષિત અભિયોજન સુધી જ મર્યાદિત હતી અને અભિયોજન પક્ષે ખોટા કારાવાસની સ્થિતિને સીધી રીતે સંબોધ્યા વિના, સદ્ભાવના વિના શરૂઆત કરી હતી.
બંધારણના અનુચ્છેદ 21નો ભંગ
કોર્ટે કહ્યું છે કે ખોટી રીતે દોષી જાહેર કરાયેલા વ્યક્તિઓને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવો એ બંધારણના અનુચ્છેદ 21 અનુસાર જીવન જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે, અને આથી જ તે વ્યક્તિ વળતરની હકદાર બને છે. જો કે આ પ્રકારના વળતરનો આધાર જુદી જુદી અદાલત અનુસાર અલગ હોય શકે છે.