નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના કોલેજિયમે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ગૌહાટી, અલ્હાબાદ અને ઝારખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે પાંચ જજોના નામની કેન્દ્રને ભલામણ કરી છે.
કોલેજિયમે રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ માટે જસ્ટિસ શીલ નાગુ, ગૌહાટી હાઈકોર્ટ માટે વિજય બિશ્નોઈ, અલ્હાબાદ હાઈકોર્ટ માટે જસ્ટિસ અરુણ ભણસાલી અને ઝારખંડ હાઈકોર્ટ માટે જસ્ટિસ બી.આર.સારંગી. નામની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ કરી રહ્યા છે, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ કોલેજિયમના સભ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની સુપ્રીમ કોર્ટમાં બઢતી બાદ ખાલી થઈ ગયું હતું.
આ ઠરાવ ગુરુવારે અપલોડ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ નાગુના સંદર્ભમાં, કોલેજિયમે કહ્યું કે તેઓ એક સક્ષમ ન્યાયાધીશ માનવામાં આવે છે અને ઉચ્ચ ન્યાયિક હોદ્દા ધરાવતા વ્યક્તિ માટે જરૂરી પ્રમાણિકતા અને વર્તનના ઉચ્ચ ધોરણો ધરાવે છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ