એક્સટેન્શન કયા આધાર પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો પ્રશ્ર્ન…
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ મુખ્ય સચિવની નિમણૂકને લઈને કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે તમે કઈ સત્તાના આધારે મુખ્ય સચિવને સેવામાં વધારો આપી રહ્યા છો. શું નરેશ કુમારને એક્સટેન્શન આપવાનો અધિકાર છે? તેમજ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે નરેશ કુમાર નિવૃત્ત થઈ રહ્યા છે. તમને મુખ્ય સચિવની નિમણૂક કરવાનો અધિકાર છે. તો તમે શા માટે એક જ અધિકારીની સેવામાં વધારો કરવા માંગો છો? તમે જેને ઈચ્છો તેને નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરી શકો છો. નોંધનીય છે કે દિલ્હીમાં નવા મુખ્ય સચિવની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્ય સચિવની નિમણૂકને લઈને કેન્દ્ર સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટને કહ્યું કે હાલમાં તેઓ વર્તમાન મુખ્ય સચિવ નરેશ કુમારનો કાર્યકાળ મર્યાદિત સમયગાળા માટે વધારવા માંગ કરી હતી. જેના વિશે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બીજા અધિકારીઓના નામ આપ્યા હતા પરંતુ દિલ્હી સરકારે કોઇ પણ નામ પસંદ કેમ ના કર્યા. જોકે દિલ્હી સરકારે આ બાબતનો વિરોધ કર્યો હતો. દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે છેલ્લી વખત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી IAS અધિકારીઓના નામ માંગ્યા હતા. તેમાંથી દિલ્હી સરકારે એક નામ પસંદ કરવાનું હતું પરંતુ દિલ્હી સરકારે એક પણ નામ પસંદ ના કર્યું અને હવે કેન્દ્ર સેવાઓના વિસ્તરણની વાત કરી રહ્યું છે.
તેના પર સીજેઆઈએ કહ્યું કે કેન્દ્રનું કહેવું છે કે સીએસની સેવા મર્યાદિત સમય માટે વધારવામાં આવી રહી છે. જ્યારે નવા મુખ્ય સચિવની નિમણૂક થશે ત્યારે અમે દિલ્હી સરકારની સલાહ લઈશું. નોંધનીય છે કે હાલના મુખ્ય સચિવની સેવાનું વિસ્તરણ લાંબા સમય માટે નહીં પરંતુ થોડા મહિના માટે હશે
આ ઘટનામાં ખાસ બાબત તો એ છે કે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ કેસની આગામી સુનાવણી 29મી નવેમ્બર એટલે કે બુધવારે કરવામાં આવશે. તેમજ કેન્દ્ર પાસે કેટલાક અધિકારો છે અને કેન્દ્ર એ અધિકારો પ્રમાણે નિમણૂક કરી શકે છે.