ટોપ ન્યૂઝનેશનલ

NEET Paper Leak કેસ પર સુપ્રીમ કોર્ટ એકશનમાં, કમિટીને 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા આદેશ

નવી દિલ્હી : નીટ પેપર લીક (NEET Paper Leak)કેસ પર સુપ્રીમ કોર્ટે આજે એક્શનમાં આવી છે. તેમજ સમિતિને 30 સપ્ટેમ્બર સુધી વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરી રહી છે. કોર્ટે પરીક્ષા પધ્ધતિમાં સુધારો કરવા અને પરીક્ષાના પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ દિશામાં અભ્યાસ કરીને પોતાના સૂચનો આપવા જોઈએ.

ટેક્નોલોજીની મદદ અંગે સૂચનો આપવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટે કમિટીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવા, પરીક્ષા કેન્દ્રોની સ્થાપનાની પ્રક્રિયામાં સુધારો કરવા, વિદ્યાર્થીઓના વેરિફિકેશનને મજબૂત કરવા અને સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદ અંગે સૂચનો આપવા જણાવ્યું છે. સમિતિએ 30 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપવો જોઈએ. આ બધા સિવાય કમિટીએ પરીક્ષાના પેપર લીક ન થાય તે માટેની વ્યવસ્થા સૂચવવી જોઈએ.

સારી સિસ્ટમ બનાવવા પર પણ ધ્યાન આપો

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સમિતિને પરીક્ષા કેન્દ્રો પર વધુ સારી સીસીટીવી દેખરેખ અંગે સૂચનો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિરાકરણ માટે વધુ સારી સિસ્ટમ બનાવવા પર ધ્યાન આપવા પણ કહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, સમિતિનો અહેવાલ પ્રાપ્ત થયાના બે અઠવાડિયાની અંદર, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અહેવાલના આધારે લેવામાં આવતા પગલાં વિશે અમને જણાવવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યા છે

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTAને ઘણા નિર્દેશો પણ આપ્યા હતા. કોર્ટે NTAને પરીક્ષા આયોજિત કરવાની પદ્ધતિ બદલવા માટે કહ્યું. ન્યાયાધીશોએ NTAને કહ્યું કે એજન્સીએ પ્રશ્નપત્ર સેટ થવાથી લઈને પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી કડક તપાસની ખાતરી કરવી જોઈએ. પ્રશ્નપત્રો વગેરેના આચરણને ચકાસવા માટે એક SOP બનાવવી જોઈએ.

સાયબર સિક્યોરિટીની વ્યવસ્થા કરો

પેપર પરિવહન કરવા માટે, ખુલ્લી ઈ-રિક્ષાને બદલે રિયલ ટાઈમ લોકવાળા બંધ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટના રેકોર્ડિંગ અને સાયબર સિક્યોરિટી ની વ્યવસ્થા કરો જેથી ડેટા સુરક્ષિત થઈ શકે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…