
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં પોલીસ ખાતામાં ભરતી થઈ રહી છે અને તેના લીધે અહીં લેવામાં આવી રહેલી પરીક્ષાના સમાચારો ચમક્યા કરે છે. હવે આ ભરતી થઈ રહી છે કોન્સ્ટેબલની પૉસ્ટ માટે પણ તેમાં ભાગ લઈ રહી છે હૉટ એન્ડ સેક્સી હીરોઈન સન્ની લિયોને. ચક્કર આવી જાય તેવી આ વાત બહાર આવવાનું કારણ એ છે કે એક ટીખ્ખળબાજ યુવાને પરીક્ષા માટે ફોર્મ અપલૉડ કરવાની સાઈટ પર સન્નીનો ફોટો અપલૉડ કરી દીધો હતો. હવે કમ્પ્યુટરમાં ફીડ થયેલી ઈન્ફોર્મેન્શન અનુસાર સન્નીનું એડમિટ કાર્ડ બન્યુ અને તેમાં તેના નામ સાથે તેનો ફોટો પણ અપલૉડ થઈ ગયો.
પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બૉર્ડની વેબસાઈટ પર કોન્સ્ટેબલની પોસ્ટ માટે એપ્લાય કરવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સન્નીનું નામ અને ફોટો સાથે એપ્લીકેશન આવી હતી.
કનૌજની એક કૉલેજમાં સન્નીને એક્ઝામિનેશન સેન્ટર પણ આપવામાં આવ્યું હતું. સેન્ટરના જણાવ્યા અનુસાર આ એડમિટ કાર્ડ સાથે કોઈ પરીક્ષાર્થી હાજર રહ્યો ન હતો.
પોલીસના જણાવ્યા અનુસાર એડમિટ કાર્ડ નકલી હતું અને અભિનેત્રીનો ફોટો કોઈએ રજિસ્ટ્રેશન સમયે અપલૉડ કર્યો હતો. ઉમેદવારને નિર્દેશો આપવામાં આવ્યા હતા અને તેને પોતાનું એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ લઈ સેન્ટર પર આવવા કહેવાયું હતું. યુપી પોલીસની કોન્સ્ટેબલની ભરતી માટેની પરીક્ષાનું બે દિવસમાં લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.