નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Mission ISS: ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરીથી અવકાશમાં જશે

નવી દિલ્હી : ભારતીય મૂળના અવકાશયાત્રી (Astronaut) સુનિતા વિલિયમ્સ ( Sunita Williams) અને તેના અનુભવી સાથી અવકાશયાત્રી બૂચ વિલમોરે (Butch Wilmore) સોમવારે નવા અવકાશ મિશન બોઇંગ સ્ટારલાઇનર(Boeing’s Starliner) માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)થી અવકાશમાં ઉડાન ભરવા તૈયાર છે.

આ જોડી કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન, ફ્લોરિડાના, સ્ટારલાઇનરની પ્રથમ ક્રૂ ટેસ્ટ ફ્લાઇટ પર અવકાશમાં પ્રસ્થાન કરશે. જો આ ફ્લાઇટ સફળ થાય છે, તો તે ISS અને ત્યાંથી ક્રૂ પરિવહન પ્રદાન કરનારી બીજી ખાનગી કંપની બનશે. લોન્ચનો સમય રાત્રિના 10:34 વાગ્યાનો છે. પૂર્વીય ડેલાઇટ સમય ( EDT) મુજબ સોમવાર, 6 મે, એટલે કે તે ભારતીય માનક સમય અનુસાર 7 મેના રોજ સવારે 8.04 વાગ્યે ઉપડશે.

બોઇંગની હરીફ એલન મસ્કનું સ્પેસએક્સ વર્ષ 2020માં તેના ક્રૂ ફ્લાઇટ પરીક્ષણમાં ઉડાન ભરવામાં સક્ષમ હતું. તેણે 2020 થી ISS પર 12 ક્રૂ મિશન મોકલ્યા છે. ડિસેમ્બર 2019માં નિષ્ફળ પ્રયાસ પછી, સ્ટારલાઈનરે મે 2022માં સફળ બીજી બિનમાનવીય ફ્લાઇટ પરીક્ષણ હાથ ધર્યું હતું.

ISS પર સ્ટારલાઈનરની યાત્રા અંદાજે 26 કલાક ચાલવાની ધારણા છે અને બંને અવકાશયાત્રીઓ 15 મેના રોજ પૃથ્વી પર પરત ફરશે પરંતુ તે પહેલા 8 દિવસ સુધી ISS પર રહીને કામ કરશે. આ દરમિયાન NASA દ્વારા અવકાશયાનની ક્ષમતાને પ્રમણિત કરવા વિલિયમ્સ અને વિલમોરે શ્રેણીબધ્ધ પરીક્ષણો કરવાના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button