ટોપ ન્યૂઝનેશનલ

ટૂંક સમયમાં સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરશે, જાણો શેડ્યુલ

મેરીલેન્ડ: છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) અટવાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) મંગળવારે ISS પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થવાના છે, જેના પર સૌની નજર છે. બંને અવકાશયાત્રીઓના સલામત રીતે પરત ફરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. સુનિતા વિલિયમ્સ, વિલ્મોર અને બે અન્ય ક્રૂ-9મેમ્બર્સ સાથે સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટ (Space X Dragon)માં પૃથ્વી પર પાછા ફરશે.

ભારતીય સમય મુજબ, આજે 18 માર્ચે સવારે 10:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ ISS થી અલગ થઈ જશે એટલે કે તેને અનડોક કરવામાં આવશે.

અવકાશયાત્રીઓના પરત ફરવાનું શેડ્યુલ:

• 18 માર્ચ સવારે 8.15 વાગ્યે – હેચ ક્લોઝ
• 18 માર્ચ સવારે 10.5 વાગ્યે – અનડોકિંગ (ISS થી અવકાશયાનનું અલગ થવું)
• 19 માર્ચ સવારે 2.41 વાગ્યે – ડીઓર્બિટ બર્ન (વાતાવરણમાં અવકાશયાનનો પ્રવેશ)
• 19 માર્ચ સવારે 3.29 વાગ્યે – સ્પ્લેશડાઉન (અવકાશયાનનું સમુદ્રમાં ઉતરાણ)
• 19 માર્ચ સવારે 5 વાગ્યે – પૃથ્વી પર પાછા ફરવા અંગે પ્રેસ કોન્ફરન્સ


નાસાના મિશન મેનેજરો હવામાન પરિસ્થિતિઓનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેસક્રાફ્ટ ટીમની તૈયારી, રીકવરી ટીમની તૈયારી, હવામાન, દરિયાઈ પરિસ્થિતિઓ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ડ્રેગનનું અનડોકિંગ કરવામાં આવશે. NASA અને SpaceX સ્પ્લેશડાઉન સ્થાનની પુષ્ટિ કરશે.

આ પણ વાંચો…રોજગારીઃ રેલવેએ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોની કરી ભરતી, રેલવે પ્રધાનનો જવાબ જાણો?

અવકાશ યાત્રીઓને ધરતી પર માટે નાસાએ સ્પેસએક્સના ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની પસંદગી કરી છે. આ કેપ્સ્યુલ અત્યાર સુધી પછી 49 વખત લોન્ચ કરવામાં આવ્યું છે. ડ્રેગન કેપ્સ્યુલ 44 વખત ISSની સફર કરી ચૂક્યું છે, તેને 29 વખત રિફ્લાઇટ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button