નેશનલ

અવકાશમાં ફસાયેલી Sunita Wiliams હવે અવકાશમાં કરશે આ કમાલ

નવી દિલ્હી : લાંબા સમયથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને તેના સ્પેસ પાર્ટનર બૂચ વિલ્મોર માર્ચના અંત અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં જ પૃથ્વી પર પાછા ફરી શકે તેવી શક્યતા છે. પરંતુ તેઓ પરત ફરે તે પૂર્વે સુનિતા વિલિયમ્સ અવકાશમાં વધુ એક કાર્ય કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં સુનીતા અને નિક હેગ આ વર્ષની પ્રથમ સ્પેસવોક કરવા જઈ રહ્યા છે. આ બંનેની આ સ્પેસ વોક વર્ષ 2025ની પ્રથમ સ્પેશ વોક હશે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સે અવકાશમાં 16મી વખત નવું વર્ષ ઉજવ્યું… ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને તસવીરો બહાર પાડી

સ્પેસ વોક સાડા છ કલાક સુધી ચાલશે

સુનીતા અને નિક હેગ બંને 16 જાન્યુઆરીએ એરલોકમાંથી બહાર આવશે અને ત્યારબાદ આ સ્પેસ વોક શરૂ થશે. નાસાએ આ મિશનને સ્પેસવોક -91 નામ આપ્યું છે. આ સ્પેસવોક ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર થશે. જે લગભગ સાડા છ કલાક સુધી ચાલશે. સુનિતા સ્પેસ સ્ટેશનની કમાન્ડર પણ હોવાનું જાણવા મળે છે. તેણીએ અત્યાર સુધી ત્યાં ઘણા મિશનને અંજામ આપ્યો છે.

મુખ્ય ધ્યેય રેટ ગ્રેયો એસેમ્બલીને બદલવાનો

આ સ્પેસ વોકનો ઉદ્દેશ સ્પેસ સેન્ટરને અપગ્રેડ કરવાનો અને તેની જાળવણી કરવાનો છે. મુખ્ય ધ્યેય રેટ ગ્રેયો એસેમ્બલીને બદલવાનો છે. જે સ્પેસ સ્ટેશનના ઓરિએન્ટેશન કંટ્રોલ અને ન્યુટ્રોન સ્ટાર ઈન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપ માટે જરૂરી છે.

સુનીતાનું આ પહેલું સ્પેસવોક

અમેરિકન સ્પેસ એજન્સી નાસા સુનીતા અને નિકના સ્પેસવોકનું લાઈવ કવરેજ પણ કરશે. આ વોક નાસાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. સુનીતાનું આ પહેલું સ્પેસવોક હોવા છતાં, તેણે અત્યાર સુધીમાં સાત વખત કર્યું છે, જ્યારે નિક હેગ આ વખતે ચોથી વખત કરશે. પ્રથમ સ્પેસવોક 16 જાન્યુઆરીએ થશે જ્યારે 23 જાન્યુઆરીએ બંને અવકાશયાત્રીઓ વધુ એક સ્પેસવોક કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button