નેશનલ

Spaceમાં ફસાઇ Sunita Williams, અવકાશયાન પરત કરવાનું મિશન રહ્યું મોકૂફ

જ્યારથી Boeing સ્ટારલાઈનરના અવકાશયાત્રીઓએ જ્યારથી તેમની મુસાફરીની યોજના બનાવી છે, ત્યારથી કેટલીક સમસ્યાઓ સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)માં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને પૃથ્વી પર પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં અવકાશયાનની સમસ્યાઓ દૂર કરવામાં આવશે અને તેમને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. નાસાએ તેની પરત ફરવાની કોઈ નવી તારીખ આપી નથી, જેના કારણે મિશનના બે અવકાશયાત્રીઓ ક્યારે પરત આવશે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ટેસ્ટિંગ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમના પરત આવવામાં પહેલાથી જ વિલંબ થયો છે.
આ વખતે બુચ વિલ્મોર અને ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા ISS પહોંચ્યા હતા.

સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રીટર્ન મોડ્યુલ ISS ના હાર્મની મોડ્યુલ પર ડોક થયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં માત્ર મર્યાદિત બળતણ બાકી છે. સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. અહેવાલ મુજબ, સ્ટારલાઈનરના પાંચ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં

દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝર્સ કહી રહ્યા છે કે સ્ટારલાઈનર દ્વારા અવકાશ યાત્રા ખૂબ જ જોખમી છે. હવે અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે SpaceX મોકલવું આવશ્યક છે. જોકે, અવકાશયાત્રી જોનાથન મેકડોવેલે આશા બંધાવતા કહ્યું હતું કે જો કેટલાક થ્રસ્ટર્સ નિષ્ફળ જાય તો પણ બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા આવી શકે છે. આ નાની સમસ્યાઓથી ઉતરાણમાં કોઈ ફરક નહીં પડે. સૌથી ખરાબ બાબત એ છે કે અવકાશયાત્રીઓ ISS પર મસ્કના ડ્રેગન અવકાશયાનની રાહ જુએ છે.

એ તો બધા જ જાણે છએ કે બે અસફળ પ્રયાસો બાદ બોઈંગ સ્ટારલાઈનર 5 જૂને બંને અવકાશયાત્રીઓ સાથે રવાના થઈ હતી. 25 કલાકની મુસાફરી દરમિયાન અવકાશયાનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીક થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેના પાંચ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બોઇંગ સ્ટારલાઇનર પ્રોગ્રામના મેનેજરે પોતે કહ્યું હતું કે તેમની હિલીયમ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી તે રીતે કામ કરી રહી નથી. ઇજનેરોને પણ ખબર નથી કે સમસ્યા શું છે.

સ્ટારલાઈનરને પૃથ્વી પર પાછા ફરવું એ અવકાશયાનના પરીક્ષણ મિશનના સૌથી જટિલ તબક્કાઓમાંનું એક છે. નાસાના અધિકારીઓનું કહેવું છે કે સ્ટારલાઈનર તેની લગભગ છ કલાકની રીટર્ન ટ્રીપ શરૂ કરે તે પહેલા તેઓ થ્રસ્ટરની નિષ્ફળતા, વાલ્વની સમસ્યા અને હિલીયમ લીકના કારણોને વધુ સારી રીતે સમજવા માંગે છે.

નોંધનીય છે કે લગભગ 21 વર્ષ પહેલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળની અમેરિકન મહિલા કલ્પના ચાવલા સ્પેસ મિશન દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. 2003 માં જેવું તેનું સ્પેસક્રાફ્ટ કોલંબિયા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું કે તે ક્રેશ થઈ ગયું હતું. નાસા ફરી એકવાર આવી કોઈ દુર્ઘટના ટાળવા માટે સતર્ક છે. આ જ કારણે ભારતીય મૂળની અન્ય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાના પ્રયાસો ત્રણ વખત રોકવા પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button