ઇન્ટરનેશનલનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

આ કોણ અવકાશયાત્રી Sunita Williamsનું સ્વાગત કરવા પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર નવ મહિના બાદ આજે ધરતી પર પાછા ફર્યા છે. ગયા વર્ષે જુન મહિનામાં આઠ દિવસના મિશન પર ગયેલાં બંને અવકાશયાત્રીઓ મહિનાઓ સુધી અવકાશમાં અટવાઈ પડ્યા હતા અને નાસા તેમ જ પરિવારજનો, મિત્રો તેમના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અવકાશયાત્રીઓનું સ્વાગત કરવા માટે ખાસ મહેમાનો પહોંચેલા જોવા મળી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાસાની ટીમ બોટ લઈને બંને અવકાશયાત્રીઓને વેલકમ કરવા માટે પહોંચી હતી અને એ જ સમયે સમુદ્રમાં બીજા ખાસ મહેમાનોએ પણ આગવી રીતે બંને અવકાશયાત્રીઓના ઘરવાપસીની ખુશી મનાવી હતી. આ મહેમાનો એટલે બીજું કોઈ નહીં પણ ડોલ્ફિન્સ હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે જેવી સ્પેસએક્સની કેપ્સ્યુલ ફ્લોરિડાના તટ પર ઉતરી એટલે ડોલ્ફિન્સના એક ગ્રુપે કેપ્સ્યુલને ઘેરી લીધી હતી. લાંબા સમય સુધી ડોલ્ફિન્સ કેપ્સ્યુલની આસપાસમાં ફરતી-રમતી રહી હતી. આ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કંઈક કહેવા માંગે છે. નાસાની ટીમના સદસ્યો પણ આ નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં જશ્નનો માહોલ, જુઓ વીડિયો…

સુનિતા વિલિયમ્સના કેપ્સ્યુલની આજુબાજુમાં ડોલ્ફિન્સ રમતી જોતા મળી રહી હતી. આ સુંદર દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે ડોલ્ફિન્સ પણ સુનિતા વિલિયમ્સની આ ઐતિહાસિક સફળ સફરનો ઉત્સવ મનાવી રહી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટર દ્વારા ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં તેમણે લખ્યું છે કે અણધાર્યું સ્વાગત કરવા પહોંચેલા સદસ્યો. ક્રુ9ની મહેમાનનવાજી કરી રહેલાં ખાસ સાથીઓ…આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે, રીટ્વીટ કર્યો છે અને તેના પર કમેન્ટ કરી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button