નેશનલમનોરંજન

કોમેડિયન Sunil Pal ના અપહરણ અને ખંડણી કેસમાં પોલીસને મળી નવી કડી…

ગેંગ લીડરને પકડવા પ્રયાસો તેજ

મેરઠ : કોમેડિયન સુનીલ પાલ(Sunil Pal)ના અપહરણ અને ખંડણી કેસની પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે કોમેડિયનના અપહરણમાં વપરાયેલી સ્કોર્પિયો કાર કબજે કરી લીધી છે. આ કારની નંબર પ્લેટ કાઢીને ઉપયોગમાં લેવાઈ હતી. આ ઉપરાંત પોલીસે ખંડણી તરીકે લીધેલા 2.25 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. તેમજ ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. ત્યારે પોલીસ હવે આ ગેંગના લીડર લવ પાલની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો : એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો

સ્કોર્પિયો અને ફોન કબજે કર્યો હતો

આ અંગે માહિતી આપતાં મેરઠના એસએસપી વિપિન ટાડાએ કહ્યું કે તેઓએ અર્જુન કર્નાવલની ધરપકડ કરી છે. જેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો અને રોકડ રકમ મળી આવી હતી. જ્યારે ધરપકડ બાદ તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અર્જુન કર્નાવલે પોલીસની બંદૂક છીનવી લીધી અને ગોળીબાર કર્યો. જ્યારે જવાબી ગોળીબારમાં અર્જુનને ગોળી વાગી હતી.

લવી પાલની ધરપકડ માટે દરોડા

જયારે વધારે વિગત આપતા એસએસપીએ એમ પણ કહ્યું કે, સ્કોર્પિયો અને ફોનની સાથે પોલીસે 2.25 લાખ રૂપિયાની ખંડણીની વસૂલ કરેલી રકમ પણ કબજે કરી છે. જ્યારે ગેંગના લીડર લવ પાલની ધરપકડના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : શિયાળુ સત્રમાં One Nation, One Electionની ચર્ચા સ્થગિત! સરકાર મુંજવણમાં?

સુનીલ પાલે ઘણી ફિલ્મોમાં પણ કર્યું કામ

ખરેખર, બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ થોડા સમય પહેલા ગુમ થઈ ગયા હતા. કોમેડિયનની પત્નીએ આ અંગે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ અંગે ફરિયાદ કર્યા પછી પોલીસ એક્શનમાં આવી અને કોમેડિયનને શોધ્યા હતા. કોમેડી શો સિવાય સુનીલ પાલે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button