ટોપ ન્યૂઝનેશનલ

સમર સ્પેશિયલઃ વેકેશનમાં પશ્ચિમ બંગાળ ફરવા જવું હોય તો રેલવે આપી રહ્યું છે આ સુવિધા

ભાવનગરઃ પરીક્ષાઓ પૂરી થવામાં છે અને વેકેશનમાં મા-બાપ બાળકોને ક્યાંક ફરવા લઈ જવાના પ્લાનિંગમાં હશે. મોટા ભાગે રેલવેમાં દેશોનો મધ્યમવર્ગ મુસાફરી કરે છે ત્યારે વેકેશન માટે રેલવે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરે છે.

મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ (પશ્ચિમ બંગાળ) સુધી સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સમર સ્પેશિયલ ટ્રેન બે ટ્રીપ વિશેષ ભાડા પર સાપ્તાહિક દોડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ બન્ને ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગોધરા સ્ટેશનો પર રોકાશે.

પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલની બે ટ્રીપ
ભાવનગરના ડીસીએમના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09205 પોરબંદર આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 17મી એપ્રિલને ગુરુવારે પોરબંદર સ્ટેશનથી સવારે 08.50 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 6.45 કલાકે આસનસોલ સ્ટેશન પહોંચશે.

તેવી જ રીતે ટ્રેન નં. 09206 આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 12મી એપ્રિલને શનિવારે અને 19મી એપ્રિલને શનિવારે આસનસોલ સ્ટેશનથી 17.45 કલાકે ઉપડશે અને સોમવારે 13.45 કલાકે પોરબંદર પહોંચશે.

આપણ વાંચો:  વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે
આ બન્ને ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button