ગરમી અને વરસાદની બેવડી ઋતુ રોગને આમંત્રણ આપે છે! આટલું કરજો નહીં તો…

નવી દિલ્હીઃ ગરમીની ઋતુમાં અત્યારે અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે શરદી અને ખાંસી જેવો અનેક રોગ થતા હોય છે, જેને ખૂબ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. ભારે અને ગરમી વચ્ચે વરસાદ થવો તે અનેક રોગોઓને આમંત્રણ આપવા જેવી બાબત છે. આવી બેવડી ઋતુમાં થતા રોગો જાનલેવા સાબિત પણ થઈ શકે છે. વરસાદ થવાના કારણે મચ્છરો પેદા થાય છે અને ઉનાળામાં જો મચ્છરો કરડે છે તો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર રોગ થઈ શકે છે. શું તમે જાણો છો આવી ઋતુમાં રોગથી બચવા માટે શું કરી શકાય? ચાલો આ અહેવાલમાં સંપૂર્ણ વિગતો મેળવીએ…
વરસાદ લોકોને ભારે ગરમીથી આંશિક રાહત તો આપે છે પરંતુ સાથે અનેક રોગની ભેટ પણ આપે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકોને પણ આ ઋતુ રોગના ચપેટમાં લઈ શકે છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે રોગ જલ્દી શકે છે. ગરમીમાં આવતા વરસાદથી બાળકોને દૂર રાખવા જોઈએ. અત્યારે બાળકોનું બહારના ખોરાકથી પણ દૂર રાખવા જોઈએ. તેના કારણે ફૂડ પોઈઝનિંગ સહિત અનેક રોગ થઈ શકે છે.
આ બેવડી ઋતુમાં કયાં ક્યાં રોગ થઈ શકે છે?
આવી ઋતુમાં ફંગલ ચેપ, બેક્ટેરિયલ ચેપ, દૂષિત પાણીથી થતા રોગો, વાયરલ તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગ થઈ શકે છે. જેના માટે ઋતુ સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બહારનું જમવાનું ટાળવાની સાથે ઘરે પણ સાવધાની રાખવાની જરરૂ છે. અત્યારે સફા અને સ્વચ્છ કપડાં પહેરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. જો તમે થોડી પણ લાપરવાહી કરી તે રોગને આમંત્રણ આપ્યું સમજજો. અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટડો થઈ જતો હોય છે.
કંઈ કંઈ બાબતોનું ઘ્યાન રાખવું જોઈએ?
આ બેવડી ઋતુમાં ગરમી સાથે વરસાદ પણ થઈ રહ્યો છે, જેથી ઘરમાં અને તેની આસપાસ પાણી ભરાતું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરી દવો. ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું અને ડિહાઇડ્રેશનથી પોતાને બચાવો. આ ઋતુમાં વરસાદમાં પલડવાની ભૂલ તો ક્યારેય ના કરતા, કારણ કે, તેનાથી ત્વચાના કેટલાક રોગો થઈ શકે છે. બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તમારી દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવું. બહારના એટલે કે, જંક ફૂડને અત્યારે થોડા સમય માટે અલવિદા કહી દો તો વધારે સારૂ રહેશે. રાત્રે ઘરમાં આખી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડનાર અગરબત્તી સળગાવો. જો ઘરની છત પર કોઈ એવી વસ્તુ હોય જેમાં પાણી જમા થઈ શકે છે, તો તેને દૂર કરો. આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો રોગ તમારી આસપાસ પણ નહીં આવે.