નેશનલસ્પેશિયલ ફિચર્સ

ઉનાળાની ગરમીમાં વધે છે હાર્ટ એટેકનો ખતરો, આ રીતે રાખો તમારા હૃદયની સંભાળ

એપ્રિલ મહિનામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે. આગામી મે અને જૂન મહિનામાં, સૂર્યનો પારો વધુ તેજ થશે. ભારે ગરમી ગંભીર આરોગ્ય જોખમો પેદા કરે છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થાય છે. જેના કારણે થાક, નબળાઈ, બેભાન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી હીટ સ્ટ્રોકથી બચવું જોઈએ.

સામાન્ય રીતે, શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે, પરંતુ અતિશય ગરમી પણ હાર્ટ એટેકનું કારણ બને છે.


ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે હૃદયના ધબકારા વધી શકે છે અને તેનાથી હૃદય પર વધારાનું વજન અથવા દબાણ આવે છે. આ દિવસો દરમિયાન, ત્વચાની રક્તવાહિનીઓ પહોળી થઈ જાય છે, જેના કારણે શરીરના અન્ય ભાગોમાં રક્ત પુરવઠો ઓછો થઈ શકે છે. વધુ પડતો પરસેવો શરીરમાં સોડિયમ અને પોટેશિયમની માત્રામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકે છે અને જીવનું જોખમ વધી જાય છે.


આ સિઝનમાં હૃદયની સંભાળ રાખવા માટે કેટલીક બાબતો કરવી જરૂરી છેઃ


આ સિઝનમાં બને એટલું પાણી પીઓ અને શરીરને હાઇડ્રેટ રાખો.


બપોરના કે ભારે તડકાના સમયે બહાર ન જશો. જો તમારે ઘરની બહાર કોઈ કામ હોય તો તેને બપોરે કરવાનું ટાળો.
હળવા અને સુતરાઉ કપડાં પહેરો.


આ સિઝનમાં બહાર કામ કરવાનું કે કસરત કરવાનું ટાળો.


કોઈપણ નવી કસરત શરૂ કરતા પહેલા, તમારા ડૉક્ટરની સલાહ લો.


શરીરને ડીહાઇડ્રેટ કરતી વસ્તુઓ જેમ કે આલ્કોહોલનું સેવન, કેફીન એટલે કે કોફી અને ચા વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું રાખો.


ઉનાળાની ઋતુમાં તમારો ખોરાક હળવો રાખો. કોઈ પણ વસ્તુનું સેવન ન કરો જે ખૂબ ગરમ કે ખૂબ ઠંડુ હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker