જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે પૂરતા પુરાવા; તપાસ સમિતિએ રીપોર્ટ રજુ કર્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી (Impeachment of Justice Varma)કરી રહી છે. અગાઉ જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં હતાં, માર્ચ મહિનામાં તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાંથી અડધી બળી ગયેલી ચલણી નોટોના કોથળા મળી આવ્યા હતાં. આ મામલાની તપાસ મારે રચાયેલી ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોની પેનલે રીપોર્ટ રજુ (Penal reform) કર્યો છે, તેમણે યશવંત વર્માને પદ પરથી હટાવવાની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પેનલે 55 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં. પેનલે જસ્ટિસ વર્માનું પણ નિવેદન નોંધ્યું હતું. પેનલે આજે ગુરુવારે સવારે 64 પાનાનો રીપોર્ટ રજૂ કર્યો છે.
પેનલને શું જાણવા મળ્યું?
એક મીડિયા હાઉસે પેનલનો રિપોર્ટ મેળવ્યો હોવાનો દાવો કર્યો. મીડિયા હાઉસના જણાવ્યા મુજબ રીપોર્ટમાં લખવામાં આવ્યું “આ સમિતિને જાણવા મળ્યું કે 30 તુઘલક ક્રેસન્ટના પરિસરમાં સ્થિત સ્ટોરરૂમમાંથી મળી આવેલા પૈસા/રોકડ રકમ જસ્ટિસ વર્માના જ હતાં. સ્ટોરરૂમમાં માત્ર જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ પ્રવેશ કરી શકતા હતાં, અને સ્ટોરરૂમનું સારી રીતે રીતે નિરીક્ષણ કરવામાં આવતું હતું, જેથી કોઈ બહારના લોકો પરવાનગી વિના પ્રવેશ ન કરી શકે”.
મહાભિયોગ શરૂ કરવા માટે પૂરતા પુરાવા:
સમિતિએ તારણ કાઢ્યું કે હાલ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવા માટે પૂરતા પુરાવા છે.
હવે જસ્ટિસ વર્માના મહાભિયોગ માટે સરકાર વધુ ઝડપથી કાર્યવાહી શરુ કરી શકે છે. હાલ સરકાર જસ્ટિસ વર્માના મહાભિયોગ માટે સર્વસંમતિ બનાવવા માટે વિપક્ષી નેતાઓનો સંપર્ક કરી રહી છે.
અહેવાલ મુજબ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ તમામ રાજકીય પક્ષો સાથે વાત કરશે. જો જસ્ટિસ વર્માને હટાવવામાં આવશે, તો કોઈ વર્તમાન ન્યાયાધીશને પદ પરથી દૂર કરવામાં આવ્યો હોવાનો ભારતનો પહેલો બનવા બનશે.