કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ

નવી દિલ્હી: કોવીડ પાનડેમિક બાદ હ્રદય રોગને કારણે થતા મૃત્યુંમાં અચાનક વધારો નોંધાયો હતો, જેને કારણે કોરોના વાયરસની વેક્સિનપર સવાલો (Covid Vaccine) ઊઠ્યા હતાં. હવે, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ (J P Nadda)આ અંગે સ્પષ્ટતા કરી છે. મંગળવારે તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
ICMRનો અભ્યાસ:
જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે ‘આ ICMR અભ્યાસ દર્શાવે છે કે કોરોના વેક્સિન આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.’ તેના અહેવાલમાં, ICMR એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના વેક્સીન સાથે જોડાયેલા હતાં.
ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીએ જેઓ સ્વસ્થ હતા અને કોઈ રોગ નહોતો તેવા 18-45 વર્ષની વયના વ્યક્તિઓ પર અભ્યાસ કર્યો હતો અને 1 ઓક્ટોબર, 2021 અને 31 માર્ચ, 2023ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા. આ આભ્યાસ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન, જેનું અચાનક મૃત્યુ થયું હતું એવા 729 કેસો સેમ્પલ તરીકે લેવામાં આવ્યા હતા અને 2916 સેમ્પલ એવા હતા જેમને હાર્ટ એટેક પછી બચાવી લેવામાં આવ્યા હતાં. સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-19 વેક્સીન ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
અચાનક મૃત્યુનું કારણ શું હતું?
સંશોધનમાં કેટલાંક એવા પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. જેમાં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ રહેવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતું આલ્કોહોલ પીવું, ડ્રગનું સેવન અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) કરવી વગેરે કારણોનો સમાવેશ થાય છે.
Also Read – બે મહિનામાં આટલા સિનિયર સિટીઝનો Ayushman Cards યોજનામાં જોડાયા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -19 વેક્સિન અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે વેક્સિનની આડ અસરોને ટ્રેક કરવા માટે ‘એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન’ (AEFI) નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે.