નેશનલ

આવી બાર્બરતા? બિહારમાં પગમાં મહિલાની ખિલ્લા ઠોકેલી લાશ મળી

પટનાઃ બિહારના નાલંદા જિલ્લામાં એક થરથરી જઈએ તેવી ઘટના બહાર આવી છે. ભારતીય શિક્ષણ પ્રણાલીનું ધામ કહેવાતા નાલંદામાં માનવીય બાર્બરતાનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે જાણી તમને રાત્રે ઊંઘ નહીં આવે.
બિહારના નાલંદાના ચંડી પોલીસ સ્ટેશન પાસે એક યુવતીની લાશ પોલીસને મળી હતી. આ લાશ જોઈને પોલીસ પણ હેતબાઈ ગઈ હતી. પિંક કલરની નાઈટીમાં એક 24-25 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી, જેના પગના તળિયામાં ખિલ્લા ઠોકેલા હતા. એક તળિયામાં ચાર અને એક તળિયામાં પાંચ ખિલ્લા ઠોકેલી મળેલી આ લાશ કોની છે તે મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો…ગુજરાતના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાંઃ જાનમાં નાચતાગાતા 9 ને કચડી નાખ્યા…

પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા નાઈટીમાં છે અને તેની સાથે દુરાચાર થયો હોવાની પૂરી શક્યતા જણાઈ રહી છે. મહિલા અંગે વિશેષ માહિતી મળી નથી, પરંતુ તેની આ હાલત જોઈ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ પ્રકારની ક્રુરતા કોઈ કઈ રીતે બતાવી શકે તેવો સવાલ સૌકોઈને થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button