નેશનલ

આવું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન તો ક્યારેય નહીં જ જોયું હોય…

તમિલનાડુના ચેન્નઈથી એક હેરાન કરી નાખનારો મામલો સામે આવી રહ્યો છે અને આ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ જોઈને તમારી પણ કંપારી છૂટી જશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કે આખરે એવું તે શું છે આ વીડિયોમાં… વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાલ્કનીના છજ્જા પર લગાવવામાં આવેલા પ્લાસ્ટિક પર એક બાળક ફસાઈ ગયું હતું અને આ બાળકને બચાવવા માટે કેટલાક લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર બેડશીટ લઈને ઊભા છે. આ જ દરમિયાન કેટલાક લોકો પહેલાં માળની બારી પર ચઢી જાય છે અને એ બાળકને બચાવી લે છે…

https://twitter.com/i/status/1784547047292682359

મળી રહેલી માહિતી પ્રમાણે અવાડીના એક એપાર્ટમેન્ટમાં રહેતાં એક પરિવારનું બાળક બાલ્કનીના છજ્જા પર લગાવવામાં આવેલા પ્લાસ્ટિકની શીટ પર પડી જાય છે અને આ જોઈને ત્યાં એકદમ અફડાતફડીનો માહોલ બની જાય છે. આ દરમિયાન જ કેટલાક લોકો બાળકને બચાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેડશીટ લઈને પહોંચી જાય છે જેથી જો બાળક પડે તો પણ બેડશીટ પર પડે અને એને ઈજા ના પહોંચે. આ દરમિયાન બાળક ધીરે ધીરે પ્લાસ્ટિકની શીટ પરથી સ્લિપ પણ થઈ રહ્યું હતું.

આ પણ વાંચો:
Good News: 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનો 20 કલાકના ઓપરેશન બાદ બચાવ

આખરે પહેલાં માળ પર રહેનારા પડોશીઓએ પોતાની બારીમાં નીકળીને પેલા બાળક સુધી પહોંચીને એને સુખરૂપ ઉગારી લીધું હતું. આ દરમિયાન સામેની બિલ્ડિંગમાં રહેતાં લોકોએ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કરી હતી. આ વીડિયોને જોઈને નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button