નેશનલ

લો, બોલો બાઇડનની સુરક્ષામાં થઇ આટલી મોટી ચૂક…

નવી દિલ્હી: જી-20 સમિટમાં આવનાર દરેક મહેમાનોની ખાસ સુવિધા અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી ભારતની હતી. ત્યારે સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષા દુનિયાના તમામ દેશોના નેતાઓ કરતા શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષાની રાખવામાં આવે છે. ત્યારે બાઇડનની સુરક્ષામાં જ ચૂક થતા સુરક્ષા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

દિલ્હીમાં જો બાઇડનને લેવા જનાર વાહનનો ડ્રાઈવર અન્ય કોઈને મૂકવા માટે હોટલ પહોંચી ગયો હતો. જોકે તેની બેદરકારી તરત જ સુરક્ષા અધિકારીઓના હાથે ઝડપાઈ ગઈ હતી. ડ્રાઈવરને પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ કર્યા બાદ બધું સામાન્ય જણાતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.


શનિવારે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દિલ્હી પહોચ્યા ત્યારે સવારે તેમના કાફલાની એક કાર હોટલ તાજમાં પ્રવેશી હતી. આ દરમિયાન સરક્ષા અધિકારીઓને કંઇ ગરબડ ધ્યાનમાં આવતા તરત જ કારના ડ્રાઈવરને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી તે દરમિયાન તેણે જણાવ્યું કે તેને જ્યાં બાઇડેન રોકાયા હતા ત્યાં તેમે 9:30 વાગ્યે પહોંચવાનો સમય હતો એટલે સવારે 8 વાગે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં મૂકવા ગયો હતો.
જો કે પૂછપરછ બાદ બધું બરાબર લાગતા ડ્રાઇવરને છોડી મૂક્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button