આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ | મુંબઈ સમાચાર
નેશનલ

આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ભારતે ઓડિશાના ચાંડીપુર ખાતેથી શુક્રવારે નૅક્સ્ટ જનરેશન આકાશ મિસાઈલ (આકાશ-એનજી)નું સફળ પરીક્ષણ કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

ડીઆરડીઓ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓછી ઉંચાઈએ લક્ષ્યને સફળતાપૂર્વક આંતરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

સ્વતંત્ર રીતે વિકસાવેલી રેડિયો ફ્રિક્વન્સી, લૉન્ચર, મલ્ટી ફંક્શન રડાર ઍન્ડ કમાન્ડ, કંટ્રોલ ઍન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ ધરાવતા મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
અનેક રડાર, ટેલિમેટ્રી ઍન્ડ ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા એકઠાં કરવામાં આવેલા ડૅટાઓને આધારે આ સંપૂર્ણ યંત્રણાની કામગીરીને માન્ય કરવામાં આવી હતી.

ડીઆરડીઓ, ભારતીય હવાઈ દળ, ભારત ડાયનેમિક્સ લિ. અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ના વરિષ્ઠ અધિકારીઓએ આ પરીક્ષણ દરમિયાન હાજરી આપી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ડીઆરડીઓ, આઈએએફ, પીએસયુ અને સંબંધિત ઉદ્યોગ જગતને આ સફળતા બદલ અભિનંદન આપ્યા હતા.

આ મિસાઈલ દેશની સુરક્ષાની ક્ષમતા વધારશે, એમ તેમણે કહ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામથે આકાશ-એનજીના સફળ પરીક્ષણ બદલ અભિનંદન આપ્યા હતા. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button