નેશનલ

દેશનું ભાવિ આવું? : બિહારમાં શિક્ષિકાએ ચોરી કરતા અટકાવ્યા તો વિદ્યાર્થીઓએ…

પટના: ભૂતકાળમાં બિહારની શાળા-કોલેજોમાં (Bihar Education)પરીક્ષા દરમિયાન ખુલ્લે આમ ગેરરીતિ થતી હોવાનના વિડીયો વાયરલ થયા હતા. એવામાં બિહારના આરા(Arrah)માં એક શિક્ષિકા વિદ્યાર્થીનીઓની ગુંડાગર્દીનો ભોગ બન્યા હતા. વીર કુંવર સિંહ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ(PG) સેમેસ્ટર-3ની પરીક્ષા દમિયાન એક શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને ચોરી કરતા રહી હતી, ત્યાર બાદ વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં શિક્ષિકાની આંખને ઈજા પહોંચી છે.

અહેવાલ મુજબ આ હુમલામાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.શ્રુતિ સ્નેહા ઘાયલ થયા હતા. તેમની આંખ, પીઠ, હાથ અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી. પીડિત પ્રોફેસરે નવાદા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીનીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. મહિલા પ્રોફેસરે જણાવ્યું કે કેટલીક વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં છેતરપિંડી કરી રહી હતી અને જ્યારે તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો તો છોકરીઓએ તેમના પર હુમલો કર્યો.

આ બાબતે કોલેજ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. જો કે, બાદમાં શિક્ષકોની સમજાવટ બાદ વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા માટે તેમના પરીક્ષાખંડમાં પરત ફરી હતી.

કોલેજના ડાયરેક્ટરે જણાવ્યું કે, પીજી સેમેસ્ટર ત્રણની પરીક્ષા સોમવારથી શરૂ થઈ હતી. સવારે 10 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી અને પરીક્ષા ખંડમાં નિરીક્ષક તરીકે હાજર રહેલા ડો.શ્રુતિ સ્નેહાએ મોબાઈલ ફોન વડે ચોરી કરી રહેલી વિદ્યાર્થીનીઓને રોકી ત્યારે વિદ્યાર્થીનીઓએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ શિક્ષિકાનેને જમીન પર પછાડ્યા અને લાતો અને મુક્કાથી મારવાનું શરૂ કરી દીધું. હોબાળો સાંભળીને શિક્ષકો અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને ઓફિસે પણ પહોંચી ગયા હતા જ્યાંથી સમજાવટ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્નેહાએ અરજીમાં જણાવ્યું છે કે મારા પર હુમલો કરવામાં આવ્યો, મને સીડી પર ફેંકવામાં આવી અને માર મારવામાં આવ્યો. મારી આંખોમાંથી પણ લોહી નીકળ્યું છે. તેણે સ્ટુડન્ટ્સ અંશી ગુપ્તા, રેશમી કુમારી અને બ્યુટી કુમારી પર હુમલાની અરજી દાખલ કરી છે.

ઘટના અંગે યુનીવર્સીટી રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ બાબતે ગંભીર છે. વિદ્યાર્થીનીઓ તાત્કાલિક પરીક્ષાઓથી વંચિત કરવામાં આવી છે. ઉપરાંત, આ વિદ્યાર્થીનીઓ આગામી ત્રણ વર્ષ સુધી પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે.

Also Read –

Show More

Related Articles

Back to top button
પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…