દિલ્હીની દીપિકાએ પ્રોફેસરને માર્યો લાફોઃ ટીચર્સ-સ્ટુડન્ટ્સ બન્નેમાં રોષ, કમિટી દ્વારા તપાસની માગણી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીની દીપિકાએ પ્રોફેસરને માર્યો લાફોઃ ટીચર્સ-સ્ટુડન્ટ્સ બન્નેમાં રોષ, કમિટી દ્વારા તપાસની માગણી

નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા કચ્છમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સાપાલને લાફો મારી દીધાનો વીડિયો વાયરલ થયો હતો. આવી જ ઘટના દિલ્હીમાં બની છે જ્યારે એક દીપિકા નામની વિદ્યાર્થીનીએ પ્રોફેસરને સૌની સામે લાફો મારી દીધો છે. બીજા દિવસે તેણે પોતાની આ ભૂલ સ્વીકારતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, છતાં અહીં શિક્ષકો-વિદ્યાર્થીઓનો રોષ શમતો નથી અને તેઓ કમિટી બેસાડી ઘટનાની તપાસ કરવાનીમાગણી કરી રહ્યા છે

શા માટે મારી થપ્પડ

દિલ્હીની ડૉ. ભીમરાવ આંબેડકર કોલેજમાં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની જોઈન્ટ સેક્રેટરી અને એબીવીપીની સભ્ય દીપિકા ઝાએ પ્રોફેસર સુજીત કુમારને લાફો ઠોકી દીધો હતો.
ડિસિપ્લીનરી કમિટીની બેઠક દરમિયાન જ આ ઘટના બનતા ભારે ઉહાપોહ મચી ગયો છે. વધુમાં આ ઘટના દિલ્હી પોલીસ અધિકારીઓની હાજરીમાં બની હતી. હવે વિદ્યાર્થી-શિક્ષિકો બન્ને આ ઘટનાની તપાસ માટે ખાસ કમિટી બનાવવાની માગણી કરી રહ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ નોંધાઈ ગઈ છે અને સીસીટીવી ફૂટેજ ચેક થઈ રહ્યા છે.

મને ગુસ્સો આવી ગયો ને મે…

આ અંગે દીપિકાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રોફેસર સુજીત કુમાર જાહેરમાં સ્મોકિંગ કરતા હતા. આ વાત મે બેઠકમાં ઉઠાવી ત્યાબાદ તેઓ સતત મારી સામે જોઈ રહ્યા હતા અને કઢંગી રીતે સ્માઈલ કરી કહ્યા. ત્યારબાદ તેમણે મારી સાથે જેમતેમ વાત કરવાનું ચાલુ કર્યું, જેનાથી મને ગુસ્સો આવ્યો અને મારો હાથ ઉઠી ગયો. જોકે તેમે કહ્યં હતું કે આ મારી ભૂલ છે. આમ કરવાનો મારો ઈરાનો ન હતો અને શિક્ષકોને દુઃખ પહોંચે તેમ હું કંઈ કરવા માગતી ન હતી.

પ્રોફેસરે કહ્યું કે

આ મામલે સુજીત કુમારે અલગ જ વાત કહી છે. તેમના જણાવ્યા અનુસાર DUSUના સભ્યોને આમંત્રણ ન હતું. તેઓ કમિટીમાં બોલાવ્યા વિના આવી ગયા. અગાઉ પણ એનએસયુઆઈના સભ્યોનએ એબીવીપીએ માર્યા હતા. અહીં એનએસયુઆઈના પ્રેસિડેન્ટ છે. એબીવીપીના સભ્યો તેમને પરેશાન કરી રહ્યા હતા, આ મામલે હું ઉકેલી રહ્યો હતો ત્યાં જ દીપિકા નામની વિદ્યાર્થીએ આવી મને થપ્પડ મારી દીધી. વીડિયો પણ આ ઘટના કેપ્ચર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button