![pm modi with students during pariksha pe charcha 2025](/wp-content/uploads/2025/02/pm-modi-exam-advice.jpg)
નવી દિલ્હીઃ ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો સમય એટલે પરીક્ષાનો સમય. વિદ્યાર્થીઓ તેમની બોર્ડ અને બીજી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવા મંડી પડે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કરીને શાળાના વિદ્યાર્થીઓને નેતૃત્વ કુશળતા અને ટીમ વર્કથી સફળતા કેવી રીતે હાંસલ કરવી એ વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
Also read : Mahakumbh માં શ્રદ્ધાનો મહાસાગર, પણ ભક્તોને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીઓનો સામનો
પીએમ મોદીએ સાદા અને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું કે જો ક્લાસનો મોનિટર તમને સમયસર આવવાનું કહે અને પોતે મોડો આવે તો શું થાય? મોનિટરે સૌથી પહેલા સમયસર આવવાનું શીખવું પડશે. તેણે હોમવર્ક કરવું પડશે, બધાની મદદ પણ કરવી પડશે અને દરેકની મુશ્કેલીઓ સમજી એમની કાળજી પણ લેવી પડશે. એણે બધાનું વિચારવું પડશે. તો જ લોકો વિચારશે કે આ મારી સંભાળ રાખે છે અને એ તમારો આદર કરશે. તમારે સૌથી પહેલા તમારું વર્તન બદલવું પડશે. તો જ તમે નેતા તરીકે, મોનિટર તરીકે સ્વીકાર્ય બનશો.
પીએમ મોદીએ બાળકોને નેતૃત્વના ગુણો વિશે જણાવતા કહ્યું હતું કે ક્લાસના મોનિટર માટે કે એક નેતા માટે પણ ટીમ વર્ક ઘણું મહત્વનું છે. જો તમે કોઇને કંઇ કામ આપો છો તો તમારે એ કામમાં તેને આવતી મુશ્કેલીઓ પણ શોધવી પડશે અને એનો ઉકેલ પણ લાવીને આપવો પડશે. તમારે પડકારો સામે લડતા શીખવું જ પડશે. તો જ લોકો તમને માન્યતા આપશે.
Also read : દિલ્હી સિવાય અન્ય ચાર કયા રાજ્યોમાં કોંગ્રેસની હાલત છે કફોડી, જાણો કયા રાજ્યો છે?
તમને આજે કોઇ વિષયમાં 30 ગુણ મળ્યાતો તમારે હવે પછી 35 ગુણ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ અને ધીમે ધીમે તમારા લક્ષ્યની મર્યાદા વધારતા જવી જોઇએ. તમારે સતત પ્રયાસ કરવા જોઇએ અને ક્યારેય નિષ્ફળતાઓથી નાસીપાસ નહીં થવું જોઇએ. નિષ્ફળતાઓને શિક્ષક બનાવી તેની પાસેથી શીખવું જોઇએ. આ એક પડકાર છે, જેની સામે તમારે લડવું પડશે.