પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ; પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી, ૨ હજી ફરાર…

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં મેડિકલ કોલેજમાં થયેલા ગેંગરેપની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, પોલીસ હજુ પણ બે વધુ શંકાસ્પદોની શોધ કરી રહી છે.
અહેવાલો અનુસાર, વિદ્યાર્થિની ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કેવિદ્યાર્થિની શુક્રવારે રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે તેના મિત્ર સાથે રાત્રિભોજન માટે બહાર ગઈ હતી. જ્યારે કેમ્પસના ગેટ પર ઉભેલા યુવાનોએ તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને તેને કેમ્પસના જંગલમાં ખેંચી ગયો અને પછી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
જ્યારે પીડિતાને ખેંચીને લઈ જવામાં આવી ત્યારે તેનો મિત્ર સૌથી પહેલા ભાગી ગયો હતો. પીડિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતાનું કહેવું છે કે તેનો મિત્ર પણ આ ઘટનામાં સામેલ હતો. આ આરોપો બાદ, મિત્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પીડિતાની હાલત સ્થિર છે.
વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રિભોજનથી પરત ફરતી વખતે રસ્તામાં ત્રણ શખ્સોએ તેને રોકી હતી. ગેંગરેપ બાદ, આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.
આ પણ વાંચો…મહિલાઓ માટે સૌથી સલામત માનવામાં આવતા કોલકાત્તામાં ફરી ગેંગરેપ