નેશનલ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા: રિક્ટર સ્કેલ પર ૬.૭ની તીવ્રતા નોંધાઈ

જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપ મોડી રાત્રે ૦૨ કલાક ૧૮ મિનિટ ૪૭ સેક્ધડ પર આવ્યો હતો. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિલોમીટર ઊંડે હતું.

નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. જાપાનમાં જ દિવસમાં ૧૫૦ થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંના ઘણા આંચકાની તીવ્રતા ૬.૦ કરતાં વધુ હતી. ૯૦ મિનિટમાં ૪.૦ કે તેથી વધુ તીવ્રતાના ૨૧ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button