નેશનલ

ઈંગ્લૅન્ડમાં સ્ટુડન્ટ વિઝાના કડક નિયમો અમલમાં આવ્યા: વિદેશી વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને નહીં લાવી શકે

લંડન : સોમવારથી યુનાઈટેડ કિંગ્ડમમાં વિઝાના કડક નિયમો અમલમાં મુકાયા હોવાથી ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ મહિનાથી તેમના કુુટુંબીજનોને ઈંગ્લૅન્ડમાં લાવવાનું શક્ય નહીં બને. જો કે પોસ્ટગ્રજ્યુએટ રિસર્ચ અભ્યાસક્રમ અને સરકારના ફંડ વડે અપાતી સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિમાં આ નિયમનો અપવાદ હશે.
યુકે હોમ ઓફિસે કહ્યું હતું કે નિયમોમાં ફેરફારની સર્વ પ્રથમ જાહેરાત ગૃહ ખાતાના ભૂતપૂર્વ સચિવ સુએલા બ્રેવરમેને કરી હતી. આનો હેતુ સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ પાછલે બારણેથી ઈંગ્લૅન્ડમાં કામ કરવાના હેતુસર કરતાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર કાપ મુકવાનો છે. ગૃહસચિવ જેમ્સ ક્લેવર્લીએ કહ્યું હતું કે સ્થળાંતર અટકાવવાના બ્રિટનના લોકોને સરકારે આપેલા વચનનું અમે પાલન કરી રહ્યા છીએ. અમે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં જંગી ઘટાડો કરવા, અમારી સરહદને અંકુશમાં રાખવા અને વસાહતી સિસ્ટમમાં ઘાલમેલ કરતાં લોકોને રોકવા કડક યોજના અમલમાં મૂકી છે.
દરમિયાન ગેજ્યુએટ રૂટ અને અભ્યાસ પછી કામ કરવા માટેના વિઝાની સમીક્ષા કરવા સ્વતંત્ર માઈગ્રેશન એડવાઈઝરી કમિટીની રચના કરાશે.
સ્ટુડન્ટ વિઝા કેટેગરીના આ રૂટમાં સૌથી મોટું જુથ ભારતીય વિદ્યાર્થીનું છે અને તેમની ગ્રાન્ટ 43 ટકાની છે.
વિઝાના કડક નિયમો અને બીજા પગલાંને લીધે ગયા વર્ષે માઈગ્રેટ કરનાર ત્રણ લાખ લોકો ભવિષ્યમાં આવું નહીં કરી શકે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?