બિહારમાં મતદાર કાર્ડમાં ગરબડનો કિસ્સો અજીબોગરીબઃ મહિલાના આઈડીમાં સીએમનો ફોટો

પટનાઃ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મતદાર યાદીમાં ગરબડ સહિતના આક્ષેપો ચૂંટણી પંચ પર સતત લગાવે છે. બિહારમાં ચૂંટણી પંચની પ્રક્રિયાઓ પર દિવસે ને દિવસે વિવાદ થાય છે. ચૂંટણી પંચના નિયમો સામે બિહારમાં આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા બંધ પણ પાળવામાં આવ્યો હતો ત્યારે આ બંધ સમયે જ એક અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો હતો, તે ચૂંટણી પંચની ભૂલભરેલી કામગીરી તરફ પણ ઈશારો કરે છે.
મહિલાના આઈકાર્ડ પર સીએમનો ફોટો
બિહારના મધેપુરા જિલ્લામાં જયપાલપટ્ટી મહોલ્લામાં રહેતા ચંદન કુમારે બિહાર બંધ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની પત્ની અભિલાષા દેવીનું મતદાર કાર્ડ (VOTER IDENTITY) બતાવ્યું હતું. આ કાર્ડમાં મહિલાની જગ્યાએ મુખ્ય પ્રધાન નીતિશ કુમારનો ફોટો છપાયો હતો. ચંદન કુમારે જણાવ્યું હતું કે અમે એડ્રેસ બદલાવવાની અરજી કરી હતી. કાર્ડમાં બીજા બધા ફેરફાર બરાબર હતા, પંરતુ ફોટોમાં આટલી મોટી ગરબડ જોઈને અમને નવાઈ લાગી હતી. આ મામલે ફરિયાદ લઈ તેઓ સ્થાનિક અધિકારી પાસે પહોંચ્યા ત્યારે તેમણે ચૂપ રહેવાની સલાહ આપી પાછા મોકલી દીધા હતા. ચંદન કુમારે ટકાક્ષ કરતા જણાવ્યું હતું કે મને એ નથી સમજાતું કે હું મારી પત્નીને મુખ્ય પ્રધાન માનું કે મુખ્ય પ્રધાનને મારી પત્ની માનું.
આપણ વાંચો: આધારકાર્ડ ઓળખનો પુરાવો નથી! બિહાર મતદાર યાદી વિવાદ વચ્ચે UIDAIના વડાનું નિવેદન
આ અંગે સ્થાનિક અધિકારી જીતેન્દ્ર કમારે દંપતીન ફરી અરજી કરી ભૂલ સુધારી લેવા જણાવ્યું હતું. બિહારના મતદાન કાર્ડ કર્ણાટકમાં બને છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.