રાજસ્થાનમાં વિચિત્ર અકસ્માત : કાર ડિવાઇડર સાથે ટકરાતાં ઊછળી અને પછી…
જયપુર: રાજસ્થાનના સીકર જિલ્લાના નેશનલ હાઇવે – 52 પર ભીષણ અકસ્માત થતાં છ લોકોના મૃત્યુ થયા હતા. નેશનલ હાઇવે – 52 પર બનેલા આ અકસ્માતને જોઈને ત્યાં રહેલા લોકો પણ અચંબો પામ્યા હતા. આ અકસ્માતમાં એક કાર હાઇવે પર લાગેલા ડિવાઇડરથી અથડાયા બાદ ઊછળીને બીજી કાર પર પટકાઈ હતી. એક કાર બીજી કાર પર પટકાતાં તેમાં રહેલા પાંચ લોકોના જગ્યા પર જ મોત થયા હતા, અને અકસ્માતમાં ઘાયલ થયેલી એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમ જ આ ઘટનામાં છ લોકોને ગંભીર ઇજા થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડયા હતા. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર વચ્ચે અકસ્માત થયા બાદ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. આ અકસ્માત આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ સર્જાયો હતો, જેમાં એક કાર ડિવાઇડરથી ટકરાયાં બાદ ઊછળીને બીજી કાર પર પડી હતી. આ માર્ગ પર કોઈ સીસીટીવી કૅમેરા ન હોવાથી કાર ઊછળીને ડિવાઇડરની બીજી તરફ કેમ ગઈ એ વાતનો ખુલાસો હજી સુધી થયો નથી. આ અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહ્યો છે.
આવા વિચિત્ર અકસ્માત બાદ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર અને જખમી થનાર લોકોને હોસ્પિટલ પહોંચડ્યા બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુમાં કાર વાહનોને રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતનું જાણવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લોહી પસરતા તે લાલ થઈ ગયો હતો.