સુરતથી પ્રયાગરજ જતી ટ્રેન પર જળગાંવમાં પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા…
સુરત: સુરતથી મહાકુંભ મેળામાં જઈ રહેલી ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતથી પ્રયાગરાજ જઈ રહેલી તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચેલી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે બારીના કાચ પણ તૂટી ગયા હતા.
જલગાવ પાસે ટ્રેન પર પથ્થર ફેંકાયો
સુરતથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટે ઉપડેલી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. મહારાષ્ટ્રના જલગાવ પાસે તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. પથ્થર ફેંકાંતા અંદર સવાર મુસાફરો ડરી ગયા હતા.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે હોસ્પિટલ તૈયાર, મફતમાં કરાશે સારવાર
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી મહાકુંભ જવા માટે ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેમાં મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા રવાના થયા હતા. ટ્રેનના બી6 કોચમાં શ્રદ્ધાળુઓ સવાર હતા. આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રેલ પોલીસ પાસે સુરક્ષાની માંગ
મહાકુંભમાં જઈ રહેલા યાત્રાળુઓએ આ ઘટના બાદ રેલ પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગ કરી છે. શ્રદ્ધાળુઓએ રેલવેના 139 હેલ્પલાઇન નંબર પર ઘટનાની જાણ કરી છે. પથ્થરમારોથી ડરી ગયેલા મુસાફરોએ તૂટેલા કાયનો વીડિયો બનાવીને સમગ્ર ઘટનાની માહિતી આપી છે. પહેલી જ ટ્રેનમાં પથ્થરમારો થતા મહાકુંભમાં જતી અન્ય ટ્રેનોની સુરક્ષા વધારવાની પ્રશાસનને સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાળુઓએ રજૂઆત કરી છે.