Stockmarket Crashed: પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ભ્રામક પણ…

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને શેરબજારમાં થયેલા ધબડકા મુદ્દે ઘેર્યા હતા. શેરબજારમાં એક્ઝિટ પોલ પછી તેજી આવી હતી, ત્યાર બાદ પરિણામના દિવસે સૌથી મોટો કડાકો (Stockmarket crashed) બોલાઈ ગયો હતો. આ મુદ્દે તપાસ કરવાની રાહુલ ગાંધીએ માગણી કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપા તમામ ભ્રામક છે. માર્કેટ કેપ પહેલી વખત 400 લાખ કરોડને પાર થયું છે. આજે ભારતના ઈક્વિટી માર્કેટ કેપ વિશ્વની સૌથી મોટી પાંચ ઈક્વિટી માર્કેટમાં એક છે, જ્યારે તેનો ફાયદો રિટેલ રોકાણકારોને થયો છે.
પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી રોકાણકારોને ગુમરાહ કરી રહ્યા છે અને ષડયંત્ર રચી રહ્યા છે. એક્ઝિટ પોલ પછી વિદેશી રોકાણકારોએ 6,850 કરોડના શેર ખરીદ્યા હતા અને બીજી દિવસે ચોથી જૂનના સસ્તામાં વેચ્યા હતા તો નુકસાન વિદેશી રોકાણકારોને થયું, જ્યારે રિટેલ રોકાણકારોએ નીચલા માર્કેટમાં શેર ખરીદ્યા હતા. સસ્તામાં શેર ખરીદીને ફાયદો થયો હતો. રોકાણકારોને 30 લાખ કરોડનું નુકસાન થયું હતું, પરંતુ ફાયદો થયો છે. આજે પણ માર્કેટમાં તેજી છે, જ્યારે તેનો લાભ રોકાણકારોને થયો છે.
આગામી બે-ત્રણ દિવસમાં વિદેશી રોકાણકારોની સરખામણીમાં ભારતીય રોકાણકારોને ફાયદો થયો છે. પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી લોકોને ભ્રમિત કરી રહ્યા છે. ઈક્વિટી બજારમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં શેરબજારનું માર્કેટકેપ પાંચ ટ્રિલિયન ડોલરનો ફાયદો થયો છે.
ભારતીય ઈક્વિટી માર્કેટ માર્કેટની દુનિયાની ટોચની પાંચ માર્કેટમાંથી એક છે. પીએસયુની માર્કેટ કેપ મોદી સરકારના કાર્યકાળમાં ચાર ગણો વધારો થયો છે એવો તેમણે દાવો કર્યો હતો. આજથી દસ વર્ષ પહેલા યુપીએ સરકાર હતી ત્યારે મે, 2014નું માર્કેટ કેપ 67 લાખ કરોડ હતું, જ્યારે મોદી સરકાર બની રહી છે ત્યારે આજે છઠ્ઠી જૂનના માર્કેટ કેપ 415 લાખ કરોડની થઈ છે, જે દર્શાવે છે કે મોદી સરકારની પ્રગતિ થઈ છે.