નેશનલવેપાર અને વાણિજ્ય

શેરબજારમાં વેચવાલીનો માહોલ, નિફ્ટી ૨૧,૯૦૦ની નીચે

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ધારણા અનુસાર જ વેચવાલીનો માહોલ જામ્યો છે. મુંબઇ સમાચારની આજ ની ફોરકાસ્ટ કોલમમાં આ લખનારે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે પાછલા સપ્તાહની બિગ બેરિશ પેટર્ન મંદીનો સંકેત આપે છે.
નિફ્ટી ૨૧,૯૦૦ની નીચે સરક્યો છે જ્યારે સેન્સેકસ ૭૫૦ જેવા મસમોટા ગાબડાં સાથે ૭૨,૦૦૦ની નજીક આવી ગયો છે. સ્થનિકવાને વૈશ્વિક ડેટાથી ભરપુર આ સપ્તાહે બજારનો તાલ આવો જ રહેવાની શક્યતા છે.

સ્થાનિક ફુગાવાના આંકડાઓ પહેલા, સોમવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ગબડ્યા હતા. ટાટા મોટર્સ અને રિલાયન્સ જેવા ઇન્ડેક્સ હેવિવેઇટ શેરોમાં ધોવાણને કારણે સૂચકાંકો પર દબાણ જોવા મળ્યું હતું, જેમાં નિફ્ટી 22,000 ની નીચે સરકી ગયો હતો.

આજે ભારતીય લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનની શરૂઆત સાથે અસ્થિરતામાં તીવ્ર વધારો થયો છે. ઓટો ઈન્ડેક્સ ટોપ સેક્ટરલ લુઝર હતો, જે બે ટકા નીચે પટકાયો હતો.
ઇન્ડીજીનનો શેર બીએસઈ પર ઇશ્યૂ કિંમત કરતાં ૪૬ ટકાના પ્રીમિયમ સાથે ખુલ્યો છે. સેકન્ડરી માર્કેટમાં અફડાતફડી હોવા છતાં અને લોકસભાની ચૂંટણી સામે હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં તેજી રહી છે.

આજે પરિણામો જાહેર કરનારી 59 કંપનીઓના શેરોમાં પરિણામને આધારે વધઘટ રહેશે. બ્રોકરેજ દ્વારા સ્ટોક ડાઉનગ્રેડને કારણે ટાટા મોટર્સમાં છ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બેંક ઓફ બરોડાના પરિણામ પછી જેફ્રીઝ અને આઈઆઈએફએલએ તેની અપગ્રેડ કર્યો હતો.

મે મહિનામાં FPIના આક્રમક વેચાણના કારણો અંગે મૂંઝવણ છે. ચૂંટણીમાં NDA/BJPને સંભવિત આંચકો માટે FPIના વેચાણને જવાબદાર ઠેરવતા મીડિયા અહેવાલો છે. એ સમજવું અગત્યનું છે કે FPIનું વેચાણ સેલ ચાઇના બાય ઈન્ડિયા,’ પહેલા FPIના વલણમાં બદલાવ આવ્યો છે, જે પહેલા ‘ભારતને વેચો, ચીનને ખરીદો’. હતું. આ વલણમાં આ ફેરફાર ચીનના તાજેતરના આઉટ પરફોર્મન્સ અને ભારતના નબળા પ્રદર્શનને કારણે થયો છે. નજીકના ગાળાના વલણ ચાલું રહેવાની શક્યતા છે. એ સમજવું જરૂરી છે કે ભારતની લાંબા ગાળાની સંભાવનાઓ ચીન કરતાં ઘણી સારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો